પૂનમ પાંડેએ ફરી કેમેરા સામે ટોપલેસ થવાનું વચન આપ્યું! આ વખતે મૂકી આ શરત

કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવતો રિયાલિટી શો ‘લોક અપ’ OTT પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ શોમાં દરરોજ સ્પર્ધકો કંઈકને કંઈક કરે છે અથવા એવું કહી જાય છે જેને કારણે ચર્ચાઓમાં આવી જાય છે. હવે ફરી એકવાર શોની સ્પર્ધક પૂનમ પાંડેએ પોતાના નિવેદનથી હંગામો મચાવ્યો છે. પૂનમ પાંડેએ કેમેરાની સામે તેના ચાહકોને એવું વચન આપ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.

બોલ્ડનેસ માટે દુનિયાભરમાં પ્રખ્યાત પૂનમ પાંડે આ દિવસોમાં ‘લોકઅપ’માં ફેન્સનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. પૂનમે બધાની સામે એક શરત મૂકી છે, તેણે કહ્યું કે જો ચાહકો તેને ચાર્જશીટમાંથી બચાવશે તો તે આખી દુનિયાની સામે ન્યુડ થશે.

અભિનેત્રીએ કરી આ અપીલ

પૂનમ પાંડે શોના અન્ય સ્પર્ધકો મુનવ્વર, અંજલિ, અઝમાહ, અલી મર્ચન્ટ અને વિનીત સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેણે કેમેરામાં ચાહકોને કહ્યું, ‘હેલો-હેલો, જે પણ સાંભળી રહ્યું છે… મને આ ચાર્જશીટમાંથી બચાવો, હું વચન આપું છું કે તમને કેમેરા પર આવું શાનદાર સરપ્રાઈઝ આપીશ, તમે લોકો મને વોટ કરીને બચાવો અને પછી જુઓ આ જેલમાં શું થાય છે.’

આ દરમિયાન વિનીતે કહ્યું કે તે માત્ર બોલી રહી છે અને કંઈ કરશે નહીં. આના પર પૂનમે કહ્યું કે જો તેના ફેન્સ તેને નોમિનેશનથી બચાવશે તો તે તેની ટી-શર્ટ ઉતારી દેશે. આ સાંભળીને ત્યાં બેઠેલા તમામ લોકો ચુપ થઈ ગયા અને પૂનમ જોર જોરથી હસી રહી હતી.

વર્લ્ડ કપ વાળું નિવેદન

પૂનમ પાંડેના આ નિવેદને ફેન્સને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન આપેલા નિવેદનની યાદ અપાવી છે. તે સમયે પણ અભિનેત્રીએ જાહેરાત કરી હતી કે જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો તે કેમેરામાં ન્યૂડ થશે.

પૂનમ પાંડે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેના કામુક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે. હાલમાં પૂનમ ‘લોક અપ’માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે.

Scroll to Top