પોરબંદરમાં ૧૬ વર્ષીય યુવકનું કરુણ મોત, માથું લીફ્ટમાં ફસાઈ જતા માથુ ધડથી અલગ થયું

લીફ્ટમાં ફસાઈ જવાના કારણે અનેક વખત લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવે છે. જ્યારે ગઈકાલના પોરબંદરના વનાણા જીઆઈડીસી વિસ્તારમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં એક 16 વર્ષીય તરૂણ યુવકનું લીફ્ટમાં ફસાઈ જવાના કારણે મોત થયું છે.

તેમ છતાં આ બાબતમાં યુવકના પરિવાર દ્વારા કોઈ પણ ફરિયાદ નહીં નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલમાં જાણવા જોગ ફરિયાદ લઈ વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

આ બાબતમાં જાણવા મળ્યું છે કે, પોરબંદરના વનાણા જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલના એક 16 વર્ષીય તરૂણ યુવકનું લીફ્ટમાં ફસાઈ જવાના કારણે મોત થતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ અને યુવકનો પરિવાર ઘટના સ્થળ પર આવી પહોંચી હતો. યુવકનુ માથુ લિફ્ટમાં ફસાઈ જવાના કારણે દર્દનાક રીતે સ્થળ પર જ મોત થયું હતું. પોલીસ દ્વારા બોડીને જપ્ત કરી પોસ્ટ માર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.

આ ઘટનાની વાત કરવામાં આવે તો વનાણા જીઆઈડીસીમાં શીવા ઓવરસીડ્સ પ્રા.લી. નામની બેકરીમાં તારીખ 21-9-2021 ના રોજ સાંજે 6 વાગ્યાની આજુબાજુ નિશાંત વિનોદભાઈ મોરી નામનો 16 વર્ષિય યુવક માલસામાનની લીફ્ટમાં હતો. તે સમયે અચાનક આકસ્મિક રીતે ત લીફ્ટમાં ફસાઈ ગયો હતો, આ દુર્ઘટનામાં યુવક ગળાના ભાગથી ફસાઈ જતા માથું ધડથી અલગ થઈ ગયું હતું. ફેક્ટરીમાં યુવકના મોતના કારણે લોહીના ખાબોચીયા પણ ભરાઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ 16 વર્ષીય યુવક નિશાંત મોરી વસવાટ કરે છે. જ્યારે અમરદળ ગામ, તા.રાણાવાવ, જી.પોરબંદરનું લીફ્ટમાં અકસ્માતમાં માથુ આવી જતા, માથુ ધડથી અલગ થઈ ગયેલ હતું. આ બાબતમાં યુવકના પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું છે.

જે થવાનું હતું તે થઈ ગયું, અકસ્માતે દીકરાનું મોત થઈ ગયું હતું. જેથી કોઈ ફરિયાદ આપવી નથી. જ્યારે હાલમાં પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના થામાથી પૂર્વે 6 કિમી દુર વનાણા જીઆઈડીસીમાં શીવા ઓવરસીડ્સ પ્રા.લી. નામની બેકરીમાં ઘટી હતી.

Scroll to Top