પોસ્ટ વિભાગે ભરતી, ખાસ 10 પાસ માટે નોકરી ની ઉજ્જવળ તક પગાર છે, 19000 થી વધારે બસ કરો માત્ર આટલું

આ મંદી અને બેરોજગારી ના જમાનામાં ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં દસમા પાસ માટે સ્ટાફ કાર ડ્રાઇવરનાં પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક અભર્થી પોસ્ટ દ્વારા 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે.

ભારતીય પોસ્ટ વિભાગમાં દસમી પાસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ 10 પદો માટે ભરતી કાઢવામાં આવી છે. જે માંથી તમે જલ્દીથી થઈ જલ્દી જરૂરિયાત મુજબ ના પુરાવા આપી આ ઉજ્જવળ તકનો લાભ લઇ શકો છો.

ભરતી માં એક પદ સ્ટાફ ડ્રાઇવર તરીકે નું છે.જેમાં ભરગી માટે કુલ જગ્યાકુલ 10 જગ્યા છે. જેમાં 5 જનરલ કેટેગરી માટે છે. આ પદ માટે યોગ્યતા, આ પદો માટે વ્યક્તિ દસ પાસ હોવી જોઇએ. 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે.

વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ. આ સિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવાનિ સાથે-સાથે ઓછામાં ઓછો ત્રણા વર્ષનો અનુભવ હોવો જોઇએ.

વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. આ પદો માટે 19,900 પગાર આપવામાં આવશે.

આ સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશે. અરજીન્ની ચૂકવણી ઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે. યોગ્ય ઉમેદવારોની પસંદગી તેનાં શૈક્ષણિક કાગળિયાં સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રદર્ષનના આધારે કરવામાં આવશે.

અગાવ પણ આ પ્રમાણે ની જાહેરાત કરાઈ હતી. ગ્રામીણ ડાક સેવકની ભરતી ગુજરાત સહીત દેશના કુલ 6 રાજ્યોમાં બહાર પાડવામાં આવેલી છે. નોકરી શોધી રહેલા ધોરણ 10 પાસ યુવાનો માટે ભારત સરકાર રોજગારીની તકો લઈને આવ્યું છે.

ગ્રામીણ ડાક સેવકની આ ભરતી માટે આગામી 4 સપ્ટેમ્બર સુધી કરી શકાશે. જે ઉમેદવાર આ જગ્યા માટે પસંદ થશે તેમણે ગ્રામીણ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ ટિકિટ્સનું વેચાણ, સ્ટેશનરી, મેસેજ અને પોસ્ટની ડિલિવરી તથા પોસ્ટ માસ્ટર અને સબ પોસ્ટ માસ્ટર દ્વારા સોંપવામાં આવેલી કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત નોકરીાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top