News

પોસ્ટ ઓફિસ બચત એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સ હોવું ફરજિયાત

શું તમારૂ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે? તો આ સમાચાર ખાસ તમારા માટે આગામી ૧૧ ડિસેમ્બરથી, પીઓ બચત ખાતાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. તો તમે પણ નવા નિયમો જાણી લો. પોસ્ટ ઓફિસ ખાતામાં આ વર્ષે ૧૧ ડિસેમ્બર સુધી ન્યૂનતમ બેલેન્સ રાખવું પડશે નહીં તો ચાર્જ આપવો પડશે.

૧૧ ડિસેમ્બર સુધીમાં ન્યૂનતમ ૫૦૦ રૂપિયા બાકીની રકમ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા કરાવવી પડશે. ૧૧ ડિસેમ્બર પહેલા કરવામાં ન આવે તો ખાતાધારકોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. બચત ખાતા ધરાવતા ગ્રાહકોને આ અંગે પોસ્ટઓફિસમાંથી મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. હવે પોસ્ટ ઓફિસ બચત ખાતામાં ન્યુનતમ બેલેન્સ જાળવવું ફરજિયાત છે.

જો તમે મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવા માંગતા નથી, તો પછી તેને ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ પહેલાં તમારા એકાઉન્ટમાં ૫૦૦ રૂપિયા જરૂર રાખો. ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, જો નાણાકીય વર્ષના અંત સુધીમાં ખાતા ઓછામાં ઓછા ૫૦૦ રૂઅપિયા જાળવવામાં ન આવે તો ૧૦૦ રૂપિયા મેન્ટેનન્સ ફી કાપવામાં આવશે. જો ખાતામાં બેલેન્સ નહીં હોય તો તે આપમેળે બંધ થઈ જશે. આ સમયે, બચત ખાતા હેઠળ ગ્રાહકોને ૪% ના દરે વાર્ષિક વ્યાજ મળે છે. ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું વ્યાજ સંપૂર્ણ રીતે કરમુક્ત છે. આ એકાઉન્ટ પર માત્ર ૫૦૦ રૂપિયાનું લઘુત્તમ બેલેન્સ રાખવું પડશે. બચત ખાતાને કાર્યકારી સ્થિતિમાં રાખવા માટે ૩ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું ૧ વ્યવહાર આવશ્યક છે.

આ એકાઉન્ટ બાળકોના નામે પણ ખોલવામાં આવી શકે છે. ૧૦ વર્ષ પછી, કોઈપણ બાળક પોતાનું ખાતું ચલાવી શકે છે. ૨ લોકો તમે એક સાથે સંયુક્ત ખાતું પણ ખોલી શકો છો. તમે એક અથવા વધુ એકાઉન્ટ્‌સ પણ ખોલી શકો છો. પોસ્ટ ઓફિસ બચત ખાતામાં ગ્રાહકોને એટીએમ, ચેક, મોબાઈલ બેંકિંગ જેવી ઘણી સુવિધાઓ મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker