સમગ્ર વિશ્વમાં દેશ ના વડાપ્રધાન ની સુરક્ષા ખુબજ મહત્વ ધરાવે છે.ત્યારે આજે અમે વાત કરવા ના છીએ દુનિયાના સૌથી વિશાળ અર્થતંત્ર ના પ્રધાન નરેન્દ્ર મોદી ની સુરક્ષા વિશે આ ટિપ્પણી માં મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં હવે 100 કે 200 નહીં પણ 1400 કરોડનો વધારો, ટ્રમ્પની કરી લેશે બરાબરી.વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક એન્ટિ મિસાઇલ વિમાન મગાવવામાં આવી રહ્યું છે. બોઇંગના 777 વિમાન એર ઇન્ડિયા વનનું ભારતમા આગામી વર્ષે જુન મહિના સુધીમાં આગમ થઇ જશે તેવા દાવા થઇ રહ્યા છે.
આ વિમાનમાં એન્ટી મિસાઇલ ટેક્નોલોજી ફિટ કરવામાં આવી છે.આ વિમાનોનો ઉપયોગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ કરશે.અમેરિકાના રાષ્ટ્રપતિની બરાબરી.હાલ ત્રણેય લોકો એર ઇન્ડિયાના બોઇંગ બી 747 વિમાનોનો ઉપયોગ કરી રહ્યા છે.
દક્ષિણ બ્લોકના અિધકારીઓના જણાવ્યા અનુસાર ડલાસમાં બોઇંગ સુવિધામાં બનાવવામાં આવી રહેલા બે વિમાન સુરક્ષા ઉપાયોના મામલે અમેરિકાના રાષ્ટ્રપતિની એરફોર્સના વિમાનની બરાબર હશે.આ વિમાનો ઇંધણ ભરવા માટે રોકાયા વગર જ ભારત અને અમેરિકાની વચ્ચે ઉડાન ભરી શકે છે.બે દસકથી જૂના છે બોઈંગ બી-747હાલ એર ઇન્ડિયાથી ચાર્ટર્ડ બોઇંગ બી 747 વિમાન લગભગ બે દસકથી વધુ જુના છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગત મહિને જે ત્રણ વિમાનોમાં ઉડાન ભરી રહ્યા હતા તે 26 વર્ષ જુનુ છે.સાઉથ બ્લોકના અિધકારીઓએ જણાવ્યું હતું કે જે નવા વિમાન તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમાં હાલ જે વિમાન છે તેના કરતા વધુ સુવિધા હશે.
નવા વિમાનોમાં મોદી માટે માત્ર ઓફિસ જ નહીં બેઠક કક્ષ અને કોમ્યૂનિકેશન માટેની પણ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવશે.અમેરિકામાં ફેબ્રુઆરીમાં આ વિમાન તૈયાર થઈ ગયું હતું આ વર્ષે ફેબુ્રઆરીમાં 19 કરોડ ડોલરમાં અંદાજે રૂા. 1400 કરોડઆ વિમાનો માટે સમજૂતી થઇ હતી.અમેરિકા આ વર્ષે ફેબુ્રઆરીમાં જ વિમાન આપવા માટે તૈયાર થઇ ગયું હતું. એંટી મિસાઇલ ટેક્નોલોજીને એર ઇન્ડિયા વનમાં લગાવવા માટે આશરે 19 કરોડ ડોલરની સમજૂતી થઇ હતી.
કેન્દ્ર સરકારે વીવીઆઇપી સુરક્ષા માટે એર ઇન્ડિયા વનને મંજૂરી આપી છે.જંબો જેટની જગ્યાએ હવે એર ઈન્ડિયા વન.બે દસકાથી અતી વિશિષ્ટ ગણાતા લોકોની સેવા કરી રહેલી એર ઇન્ડિયાના જંબો જેટની જગ્યા હવે એર ઇન્ડિયા વને લઇ લીધી છે. આ વિમાનોમાં અતી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.આ વિમાનમાં એવી ટેક્નોલોજી હશે કે આસપાસ ક્યાંય પણ મિસાઇલ હશે તો તેની જાણકારી થઇ જશે.હવે કોઈ પણ જાતની અડચણ જો રસ્તા માં હશે તોતેની પણ જાણ થાઇ જશે.