શું ‘મિશન ગુજરાત’ માટે પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત

શું પ્રશાંત કિશોર ફરી એકવાર કોંગ્રેસ માટે કામ કરશે? શું પ્રશાંત કિશોર મિશન ગુજરાતમાં કોંગ્રેસ માટે રણનીતિ ઘડવાના છે? આ પ્રશ્ન આજે મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી ચર્ચામાં છે. પાંચ રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ હવે ગુજરાત પર ફોકસ કરી રહી છે, જેના માટે પાર્ટી દરરોજ મહત્વની બેઠક યોજી રહી છે.

દરમિયાન, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે રાજકીય વ્યૂહરચનાકારની મુલાકાતે એ વાત પર ભાર મૂક્યો છે કે તેઓ ફરી એકવાર પાર્ટી માટે કામ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રશાંત કિશોર અલગ થઈ ગયા હતા. પ્રશાંત કિશોરના ભૂતપૂર્વ સહયોગી સુનીલ કાનુગોલુ તે સમયે કોંગ્રેસના ચૂંટણી પ્રચારને સંભાળતા હતા.

કોંગ્રેસના બે નેતાઓએ કરી પુષ્ટિ

વાસ્તવમાં, એક અંગ્રેજી અખબાર અનુસાર, કોંગ્રેસના બે નેતાઓએ અલગ-અલગ બેઠકો વિશે સીધી પુષ્ટિ કરી હતી કે કિશોર ગુરુવારે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. જો કે, આ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ગાંધી પરિવારના અન્ય ચૂંટણી વ્યૂહરચનાકાર સુનિલ કાનુગોલુને મળ્યાના એક દિવસ બાદ આ બેઠક થઈ હતી. બંને નેતાઓએ કહ્યું કે પ્રશાંત કિશોર સાથે મિટિંગ તેમના ગુજરાત અભિયાન પર કોંગ્રેસ પાર્ટી સાથે કામ કરવા વિશે હતી.

પાંચ રાજ્યોમાં હારનો બદલો લેવાના મૂડમાં કોંગ્રેસ

ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ વખતે કોંગ્રેસ અહીં જીતવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતની ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં મળેલી હારનો બદલો લેવાના મૂડમાં છે, જેના માટે તે કોઈ જોખમ લેવા માંગતી નથી. કદાચ આ જ કારણ છે કે જે પ્રશાંત કિશોર સાથે પાર્ટી અલગ થઈ ગઈ હતી તે ફરી એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં તેની સત્તાવાર પુષ્ટિ પણ થાય તેવી શકયતા છે.

Scroll to Top