પ્રતાપ ઠાકોરે લગાવ્યા અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ, કહ્યું કે અલ્પેશ ઠાકોર ઠાકોર નથી…

ઘણા સમય પહેલા ઠાકોર સમાજના આગેવાન અને રાધનપુરથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. સાથે તેમણે જાહેરાત કરી હતી કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે. આજે બપોરે પત્રકારો સાથે વાત કરતાં અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવવાની વાતને રદિયો આપ્યો હતો. અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદમાં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસ સાથેની મારી નારાજગીની ચર્ચા હતી. જેની હું ના પાડતો નથી. તેમણે કહ્યું, સત્તા તમામને સારી લાગે છે, મારે પણ જોઈએ અને મારા લોકો માટે જોઈએ, કોને મંત્રી બનવાનું સારું ના લાગે, તમામને લાગે, મને પણ લાગે છે. મને પણ મંત્રી બનવું સારું લાગે છે.

હું એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું ત્યાં તમામ ક્ષેત્રમાં તેનો વિકાસ જરૂરી છે. જેના માટે એક એવી સરકારની જરૂર છે. જે તમામ લોકોનો વિકાસ કરે. હું ઈમાનદારીથી કહું છું કે મારે મંત્રી બનવું હતું, મને હતું કે હું મારા ગરીબ લોકો માટે કામ કરી શકીશ. હું બે દિવસથી જમ્યો નથી. મારી પત્ની મારું ઘર સંભાળે છે, હું મારું ઘર નથી સંભાળી રહ્યો. મારો પરિવાર રાજનીતિમાં નહીં આવે. મને સત્તાની લાલચ નથી. જો મારે એવી સત્તા જોઈતી હોત, તો હું છ મહિના પહેલાં મંત્રી બની ગયો હોત. જ્યારે મેં મંત્રી બનવાનું વિચાર્યું, મને થયું કે હું સરકાર સાથે જોડાઈ જાઉં.

હા, હું અત્યાર સુધી મૂંઝવણમાં હતો. મને મારા ગરીબ લોકોને કારણે મૂંઝવણ હતી. હું તેમનું વિચારીને ઘણી વાર એકલો રડ્યો પણ હતો. હું ઇમાનદારીથી કહું છું કે મેં મંત્રી બનવાનું વિચાર્યું છે. આ મુદ્દે મેં વાત પણ કરી હતી. જ્યારે મેં ગરીબ લોકોને પૂછયું તો તેમણે કહ્યું કે તમારી પાસે કંઈ ન હતું તો પણ અમે તમને સાથ આપ્યો. અમને પણ ખબર છે કે તમે સત્તામાં નથી, જ્યારે સત્તામાં આવશો ત્યારે અમને માગ્યા વિના બધું મળશે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં જોડાવાના છે. જોકે, તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉંગ્રેસનો જ સાથ આપવાની વાત કરી હતી.

કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને હરાવવા માટે અવનવા પેતરા શરૂ થયા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરનો ગુરુવારે એક વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં અલ્પેશનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતની રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આજે ફરી એકવખત રાધનપુર વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક વીડિયો વાયરલ થયો છે. રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે.

અલ્પેશ ઠાકોર સામે પ્રતાપ ઠાકોર નામના વ્યક્તિએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અલ્પેશ અંગત સ્વાર્થ માટે અહીંથી ત્યાં ભટકતો હોવાનો આક્ષેપ કર્યો છે પ્રતાપ ઠાકોરના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રતાપ ઠાકોરે અલ્પેશની સરખામણી શ્વાન સાથે કરી મત ન આપવા અપીલ કરી હતી. ફરી એકવખત અલ્પેશનો બીજો એક વીડિયો વાયરલ થયા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.

રાધનપુર વિધાનસભાની ચૂંટણી સમયે વધુ એક વિડીયો વાયરલ થતા જાણે એવું લાગે કે અલ્પેશને હરાવવા માટે અને તેની ઠાકોર સેનાની નજરમાં ભડકાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. પ્રતાપ ઠાકોરે અલ્પેશને આડે હાથ લેતા જણાવ્યું કે, અલ્પેશ રૂપિયા લઇને પાર્ટી બદલી રહ્યો છે. જેથી તેમણે સમાજના લોકોને અલ્પેશ ઠાકોરને મત ના આપવા અપીલ કરી હતી.

પ્રતાપસિંહે તો અલ્પેશને એટલે સુધી કહી દીધું કે, અલ્પેશ ઠાકોર ઠાકોર નથી, ઠાકોર એક વાર બોલે તો ફરી ન જાય. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોએ ફરી એકવખત ગરમાવો લાવી દીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે અલ્પેશ ઠાકોરનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં અલ્પેશ ઠાકોર રઘુ દેસાઈનો પ્રચાર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં અલ્પેશ કોંગ્રેસને મત આપવાની અપીલ કરે છે. તમને જણાવી દઇએ કે, રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર છે જ્યારે રઘુ દેસાઈ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top