પ્રથમ CDS બિપિન રાવત પંચતત્વમાં વિલીન થયા, પુત્રીએ પાર્થિવ દેહને આપ્યો મુખાગ્નિ, 17 તોપોની સલામી આપવામાં આવી

દેશની ત્રણેય સેનાઓને મજબૂત કરવામાં આગમી ભૂમિકા ભજવનાર પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત પંચતત્વમાં વિલીન થઇ ગયા છે. તેમની પુત્રીઓ કૃતિકા અને તારિણી રાવતે તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. જ્યારે ત્રણેય સેનાઓના સંયુક્ત ટુકડી દ્વારા 17 તોપોની સલામી આપીને પોતાના ચીફને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ માહોલ ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો.

દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની બંને પુત્રીએઓ કૃતિકા તથા તારિણી રાવત દ્વારા પોતાના માતા-પિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બંને બહેનોએ બરાર સ્ક્વાયરમાં અંતિમ સંસ્કારની જવાબદારી ભજવી હતી. બંને બહેનો દ્વારા પોતાની માતાના પાર્થિવ શરીર પર લાલ રંગની સાડી ચડાવવામાં આવી હતી. આ પ્રકારની સાડી સુહાગનના રૂપમાં મરનાર કોઇ દિવંગત મહિલા શરીર પર ચઢાવવામાં આવે છે. દેશના બહાદુર જનરલને અંતિમ વિદાયના સમયે સમગ્ર સ્ક્વાયર ભારત માતા કી જય અને જનરલ રાવત અમર રહે ના નારા લાગ્યા હતા.

  • જ્યારે અંતિમ સફર પર સીડીએસ બિપિન રાવતને 17 તોપોની સલામી આપવાની સાથે 800 જવાન હાજર રહ્યા હતા.
  • અંતિમ સંસ્કારના સમયે ત્રણેય સેનાઓના બિગુલ વગાડવામાં આવ્યા હતા.
  • તેની સાથે સૈન્ય બેન્ડ શોક ગીત પણ ગાવામાં આવ્યું હતું
  • અંતિમ યાત્રાને 99 સૈન્યકર્મી એસ્કોર્ટ દ્વારા કરાઈ
  • સૈનાના બેન્ડના 33 કર્મી અંતિમ વિદાય આપી હતી.
  • લેફ્ટિનેંટ જનરલ સ્તરના 6 ઓફિસર તિરંગો લઇને ચાલ્યા હતા
  • અંતિમ દર્શન સ્થળ પર 12 બ્રિગેડિયર સ્તરના ઓફિસર તૈનાત રહ્યા હતા.

 

નોંધનીય છે કે, તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં બુધવારની બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં 14 લોકો હતા. આ દુર્ઘટનામાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત રહ્યા છે, આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું સવારે 11.48 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ઉડાન ભરવામાં આવી હતી. બપોરના 12.08 વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરિના પહાડો પર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ તે કુન્નુરનાં જંગલમાં ક્રેશ થઈ ગયું હતું.

Scroll to Top