BiharCrime

શરમજનક: બે બાળકોની સામે ગર્ભવતી મહિલા પર ગેંગરેપ આચરવામાં આવ્યો, આરોપીને આ રીતે પકડાયા

બક્સરના મુફસ્સિલ પોલીસ સ્ટેશનથી માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. બક્સરના મુફસ્સિલ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવેલા એક ગામમાં એક 22 વર્ષીય ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મના આરોપમાં પોલીસ દ્વારા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બક્સરની કોર્ટ દ્વારા રવિવારના રોજ બે આરોપીઓ ગોલુ ચૌહાણ અને લાલજી ચૌહાણની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે કહ્યું છે કે, મહિલાના બે નાના બાળકો છે, જેમાંથી એક દીકરો અને એક દીકરી છે. આ બાળકોની સામે રાત્રી દરમિયાન એક વાગ્યે આરોપીઓ દ્વારા ગેંગરેપનું શરમજનક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બન્ને બાળકોની ચીસો સાંભળીને પાડોશીઓએ પોલીસને જાણકારી આપી હતી. આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા પરંતુ પોલીસની ટીમ તેમની ધરપકડ કરવામાં સફળ રહ્યું છે.

આ શરમજનક ઘટનાની ફરિયાદ બક્સરના મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી નીતૂ પ્રિયાએ કહ્યું છે કે, ગેંગરેપ દરમિયાન આરોપી ગોલુએ મહિલાને પકડી રાખી હતી જ્યારે અન્ય આરોપી લાલજીએ મહિલાનું ગળુ દબાવી રાખ્યુ હતું જેથી તે બૂમાબૂમ ના કરી શકે. ગરમીના કારણે મહિલાના ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો, જેનો લાભ લઈને બન્ને આરોપી ઘરમાં ઘુસી આવ્યા હતા અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સ્થાનિક હોસ્પિટલમાં પીડિત મહિલાની તપાસ કરવામાં આવી અને હવે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારીએ આગળ કહ્યું છે કે, મહિલા પોતાના બે બાળકો સાથે ગામમાં એકલી વસવાટ કરે છે કારણકે તેનો પતિ અન્ય રાજ્યમાં ખાનગી કારખાનામાં નોકરી પર કાર્યરત છે. ડીએસપી ગોરખ રામે કહ્યું છે કે, પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker