યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો યુક્રેન છોડીને બીજા દેશોમાં આશ્રય લઈ રહયા છે. યુક્રેનના નાગરિકો યુક્રેનને અડીને આવેલા દેશોના શરણાર્થી શિબિરોમાં સતત આવી રહ્યા છે.
દરમિયાન, પોલેન્ડના શરણાર્થી શિબિરમાં, એક મહિલા જોવા મળી જેનો પતિ ભારતીય છે. તે ગર્ભવતી છે અને ભારત આવવા માંગે છે.
પોલેન્ડના વોર્સોમાં શરણાર્થી શિબિરમાં ઘણા લોકો મળ્યા જેઓ એકબીજાને ખુલ્લેઆમ મદદ કરતા જોવા મળ્યા. ક્યાંક ખોરાક, ક્યાંક રહેવાની જગ્યા, કેટલીક દવાઓ અન્ય રીતે મદદ કરી રહયા છે.
આ શરણાર્થી શિબિરમાં એક યુક્રેનિયન મહિલા મળી કે જેનો પતિ ભારતીય છે અને દિલ્હીમાં છે. મહિલા ગર્ભવતી છે અને તે ભારત સરકારને અપીલ કરી રહી છે કે તેને દિલ્હીમાં તેના પતિ પાસે મોકલવામાં આવે.
યુક્રેનની એક મહિલાના ભારતીય નાગરિક સાથેના લગ્નની તસવીરો પણ સામે આવી છે. ફોટોમાં એક ભારતીય નાગરિક યુક્રેનની મહિલાને મંગળસૂત્ર પહેરાવતો જોવા મળે છે.
યુક્રેનિયન મહિલાએ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા. અન્ય એક ફોટોમાં ભારતીય નાગરિક અને યુક્રેનિયન મહિલા માળા પહેરેલ જોવા મળે છે. યુક્રેનિયન મહિલા અને ભારતીય નાગરિકે લગ્ન સમયે અગ્નિના સાત ફેરા પણ લીધા હતા.