“તે આ છોકરા માટે મને છોડ્યો” આટલું કહી ને પૂર્વ પ્રેમી તેની પ્રેમિકા પર એક રાક્ષસ ની જેમ તૂટી પડ્યો

અમદાવાદના નારણપુરામાં ગઈ કાલે પ્રેમિકા પ્રેમી તરછોડવું ભારે પડ્યું છે. જેમાં પૂર્વ પ્રેમી દ્વારા પ્રેમિકા પર છરીના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં યુવતી ઓફિસથી છૂટીને સહકર્મીઓ સાથે ડીજે પાર્ટી માટે જઈ રહી હતી, તે દરમિયાન તેના પૂર્વ પ્રેમી દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા મહિલાને છરીના સાત ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા ત્યાર તે ઘટના સ્થળથી નાસી છુટ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, નારણપુરામાં આવેલા મોલ પાસે યુવતીને અટકાવીને તેના પૂર્વ પ્રેમી અંકિત પ્રજાપતિ દ્વારા છરીના ઘા મારવામાં આવ્યા હતા. તાજેતરની જાણકારીમાં જાણવા મળ્યું છે કે, એલીસબ્રિસ રહેનારી પીડિત યુવતી સ્કૂલમાં ભણતી હતી ત્યારે અંકિત સાથે થયેલી મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી, ત્યાર બાદતેઓ સાથે ફરતા હતા. તેમ છતાં અંકિતના વહેમીલા સ્વભાવના કારણે છોકરી કંટાળી ગઈ હતી અને તેણે પ્રેમ સંબંધ તોડવાનો નિર્ણય કરી લીધો હતો.

જ્યારે ત્રણ વર્ષના પ્રેમ સંબંધો પર પૂર્ણવિરામ મૂકાયા બાદ પણ અંકિત સતત તેનો પીછો કરતો રહેતો હતો. એવામાં જ્યારે યુવતી ડીજે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. આ બાબતમાં વધુમાં જાણવા મળ્યું છે કે, યુવતીના સહકર્મી હર્ષિલ શાહ અને કેતન વાઘેલા તેને ઘરે લેવા માટે ગયા હતા. ત્યાર બાદ યુવતી હર્ષિલના એક્ટિવા પર બેઠી હતી અને ત્રણે ડીજે પાર્ટી માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન નારણપુરા અમીકુંજ રોડ પર રિલાયન્સ મોલ પાસે અંકિંત પ્રજાપતિ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા.

ત્યાર બાદ અંકિતે કહ્યું કે, “તે આવા છોકરા માટે તે મને છોડ્યો..” એમ કહીને યુવતીને તેણે લાફો મારી દીધો હતો. ત્યાર બાદ તે છરી લઈને યુવતી પર તે તૂટી પડ્યો હતો. જેમાં યુવતીને છાતી તથા પેટના ભાગે છરીના ઘા વાગતા તે ઈજાગ્રસ્ત થઈ હતી. એવામાં યુવતીને બચાવવાનો પ્રયત્ન કરનારા હર્ષિલને પણ અંકિત દ્વારા છરીના ઘા મારવામાં આવ્યા હતા.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ અંકિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો જ્યારે પીડિત યુવતી અને તેના મિત્ર હર્ષિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top