મુરાદાબાદમાં એક યુવકની લાશ મળી આવી છે. જેની ખુબ જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. જ્યારે બીયરની ખાલી બોટલો, નાસ્તાના પડીકાઓ, અને સંઘર્ષની નિશાનીઓ સાથે ક્ષત વિક્ષત હાલતમાં પડેલી એક લાશ મળી આવી છે. આ દર્શાવે છે કે, હત્યારાઓએ તડપાવી-તડપાવીને યુવકની હત્યા કરી હતી અને બાદમાં તેનાં મોઢા પર એસિડ પણ ફેંક્યું હતું. તેમાં જાણવા મળ્યું છે કે, 23 વર્ષીય એન્જિનિયરિંગ સ્ટુડન્ટ સુધીર સૈની મુરાદાબાદથી બરેલીમાં કોલેજ જતી વખતે તે ગુમ થઈ ગયો હતો.
શનિવારની સાંજે મુરાદાબાદના મુંધા પાંડે વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી સુધીરની લાશ ખેડૂતોને મળી હતી, ત્યાર બાદ તેઓએ પોલીસને આ વિશેમાં જાણકારી આપી હતી. પોલીસ દ્વારા લાશની પાસેથી સૈનીની કોલેજનું લાયબ્રેરી કાર્ડ મળી આવ્યું હતું. ત્યાર બાદ પોલીસને સુધીરની ઓળખ કરવામાં મદદ મળી હતી. કેમ કે, સુધીરનું મોઢું ખુબ જ ખરાબ રીતે બળીને ખાખ થઈ ગયું હતું.
જ્યારે સુધીરના ગુમ થયા બાદ તેના પરિવારજનો દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. સુધીરના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, સુધીર જે મહિલા સાથે રિલેશનશીપમાં હતો, તેના પિતા અને ભાઈઓ દ્વારા સુધીરની હત્યા કરવામાં આવી છે. તેઓએ પોલીસને કહ્યું હતું કે, સુધીર કે જે બી.ટેક સેકન્ડ યરનો વિદ્યાર્થી રહેલ હતો, તે બરેલી સ્થિત કોલેજ જવા માટે ઘરેથી શુક્રવારના નીકળ્યો હતો.
પરંતુ પછી ક્યારેય પરત ફર્યો નહોતો. આ સિવાય પરિવાર દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, ત્રણ દિવસ અગાઉ મુરાદાબાદના મજોલા વિસ્તારમાં રહેનારી મહિલાને મળવા માટે સૈની ગયો હતો ત્યારે યુવતીના પરિવારજનો દ્વારા તેને ઢોર માર આપવામાં આવ્યો હતો.
મુરાદાબાદ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘટનાસ્થળ પર પહોંચીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સૈનીના પરિવારજનોએ ફરિયાદમાં મહિલાના પાંચ પરિવારજનોનાં નામ લખાવવામાં આવ્યા છે.
મુરાદાબાદના એસપી અમિતકુમાર આનંદ દ્વારા કહેવામાં આવ્યું છે કે, યુવકના પરિવારમાંથી યુવતીના પરિવારના પાંચ સભ્યો પર શંકા વ્યક્ત કરાઈ છે. હત્યા અને પુરાવાના નાશ કરવા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. જ્યારે આ બાબમાં ઊંડાણપુર્વકની તપાસ શરૂ કરાઈ છે. તેમ છતાં હજુ સુધી આ બાબતમાં પોલીસ દ્વારા એક પણ વ્યક્તિની ધરપકડ કરાઈ નથી.