દેશમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે વધુ એક નિર્દયતાથી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ નિર્દયતાથી હત્યાનો બનાવો આજે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બની હોવાનું સામે આવ્યું છે.
જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલમાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે પોલીસમેં જાણ થતા આ હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની ઓળખ કરી હત્યારાને સુરત પોલીસએ પકડી પાડ્યો છે.
જો કે આ મરનાર મહિલા સુરતની હોવાનું અને હત્યારો મરનાર મહિલાનો પ્રેમી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, આ પૂર્વ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે અને એમ જો લગ્ન નહિ કરે તો તારી સામે પણ બળાત્કારની ફરિયાદ નોંધાવીશ એમ કહેતા પ્રેમિકાની હત્યા કરી ચહેરાની ઓળખ ન થાય એ માટે નિર્દયતા પૂર્વક મોઢાની ચામડી કાઢી નાખ્યા બાદ તમામ અંગો કાપી ફેંકી દીધા હોવાની હત્યારા પ્રેમીએ કબૂલાત પણ કરી હોવાનું પોલીસએ જણાવ્યું છે.
પોલીસ તપાસમાં આ મરનાર મહિલા સુરતની હોવાનું અને સીતા સનદકુમાર ભગત મુળ રહે.સીમરીયા મેનપુર ઘાના.મસરથ જી.કપરા, બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ સીતાની હત્યા તેના પ્રેમી વિનયકુમાર રામજનમ રાયએ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બાદ પોલીસે વિનયકુમાર રામજનમ રાયની માંડવીના કરંજ ગામથી ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.
ત્યારે આરોપી વિનયે જણાવ્યું હતું કે, હત્યા કરેલ મહિલા તેની પ્રેમીકા સીતા સનદકુમાર ભગત હોવાનું અને છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. જે આ હત્યાના દસ દિવસ પહેલા તે પ્રેમિકાને બિહારથી સુરત લઈને આવ્યો હતો. જો કે આ પહેલા પણ સીતાનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું અને તે પ્રેમી વિરુધ્ધમાં તેને બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો.
અને હવે તેની સાથે પણ આવી જ રીતે તે તેની સાથે લગ્ન નહીં કરે તો તેના વિરુધ્ધમાં પણ બળાત્કારની ફરીયાદ કરવાની ધમકી આપતી હતી. જો કે યુવક પોતે પરિણીત હતો અને બે બાળકોનો પિતા હોવાથી પ્રેમિકા સીતા ભગતની હત્યા કરવાનો આ ખૂની પ્લાન બનાવ્યો હતો.
જો કે આ યુવક તેને અવાવરૂ ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં લઈ જઈ બ્લેડ તેમજ બીજા અન્ય હથિયાર વડે પહેલા સીતાનું ગળુ કાપી નાંખ્યું હતું. ત્યારબાદ તેની ઓળખ ન થાય એ માટે તેને મોઢાની ચામડી બ્લેડ વડે કાપી નાંખી હતી અને તેના શરીરના તમામ અંગો છુટા પાડીને તેની કુર હત્યા કરી દીધી હતી. ત્યારે આ મામલે સુરત પોલીસએ આરોપી વિનયને નંદુરબાર સિટી પોલીસને સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.