કોરોના મહામારીમાં પોલીસને સોંપવામાં આવનાર કામગીરી પણ ક્યારેક ગુનાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બની શકે છે. આવો જ એક ગુનો ઉકેલવામાં માણસા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 30 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે.
પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલ આરોપીનું નામ સંતોષ રાવળ છે. પોલીસ દ્વારા સંતોષ રાવળ પર બનાવટી ચલણી નોટો હેરાફેરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગાંધીનગરની માણસા પોલીસ રાત્રી દરમિયાન વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન અમદાવાદ પાર્સિંગ એક ટુ વ્હીલર રાત્રી કર્ફ્યુ દરમિયાન પસાર થતા પોલીસે તેને ઊભો રાખી તેનું ચેકિંગ કર્યુ તો તેના થેલામાંથી ચલણી નોટોનું બંડલ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસને મોટી માત્રામાં નોટો મળી આવતા તેના પર શંકા જતા તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તેમ છતા આ ચલણી નોટોના સિરીઝ નંબર એક જ ક્રમાંકના જોવા મળતા પોલીસે FSL અને બેંકના અધિકારીઓ પાસે ચેક કરાવતા નોટો બનાવટી હોવાનું સામે આવ્યું હતું.
માણસા પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સંતોષ રાવળે જણાવ્યું કે, આ બનાવટી ચલણી નોટો પોતાના જ ઘરે પ્રિન્ટિંગ મશીનમાં સાપેલી છે. જ્યારે આ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બનાવટી ચલણી નોટો છાપવાનો મેં પ્રયોગ કર્યો હતો. જ્યારે આરોપી સંતોષ રાવળની કલોલ, ડભોડા અને ઇન્ફોસિટી પોલીસના ચોપડામાં આરોપી તરીકે નોંધણી થઈ ચૂકી છે.
અત્યારે પોલીસે આરોપી સંતોષ રાવળ પાસેથી ગુનામાં વપરાયેલ ટુ વ્હીલર, મોબાઈલ અને 30 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરી લીધી છે. જેમાં 2 હજારના દરની 1137, 500 ના દરની 1204 અને 100 ના દરની 1240 જેટલી નોટો જપ્ત કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારામાં આ બાબતમાં વઘુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એ મહત્વનું છે કે આરોપીએ આ બનાવટી નોટો કોણે-કોણે આપી છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.