નોકરી ગુમાવનાર ખાનગી શાળાના શિક્ષકે કર્યો આપઘાત

  • રાજકોટ શહેરમાં લોકડાઉન દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવનાર વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો.

રાજકોટ શહેરમાં લોકડાઉન દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવનાર વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આપઘાતનો પ્રયાસ કરનાર વિષ્ણુભાઈ જોશીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. ત્યારે પરિવારજનોનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવવાના કારણે વિષ્ણુભાઈ જોશી સતત ટેન્શનમાં રહેતા હતા. નોકરી છૂટયા બાદ તેમને ઓછા પગારે ફોરેન્સિક લેબમાં ટાઈપીસ્ટની નોકરી મળી હતી પરંતુ પગાર ઓછો હોવાના કારણે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે બાબતે તેઓ સતત ચિંતામાં રહેતા હતા.

દિવસે અને દિવસે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ છે. ત્યારબાદ જે પ્રકારે લોકડાઉન લાદવામાં આવ્યું હતું જેના કારણે અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર નોકરી ખોવાનો વારો આવ્યો હતો. ત્યારે રાજકોટ શહેરમાં ફોરેન્સિક લેબના ટાઇપીસ્ટે આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટી રોડ પર આવેલી શિવ શક્તિ કોલોનીમાં રહેતા વિષ્ણુભાઈ જોષી નામના 55 વર્ષીય વ્યક્તિએ રાત્રીના બે વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી.

ઝેરી દવા પીવાના કારણે વિષ્ણુ ભાઈને ઝેરી અસર થતાં તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિષ્ણુભાઈ જોશી ખાનગી શાળામાં નોકરી કરતા હતા. પરંતુ લોકડાઉનના કારણે સ્કૂલો બંધ થતાં તેમણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. બાદમાં તેમણે ઘરનું ગુજરાન ચલાવવા માટે એફ.એસ.એલ.ની લેબમાં ટાઇપીસ્ટ તરીકે નોકરી સ્વીકારી હતી.

જ્યારે કે થોડા દિવસો પૂર્વે આપઘાતના પ્રયાસનો અન્ય બનાવ રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન પાસે બન્યો હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતા વિશાલભાઈ કણસાગરા ગામના પટેલ યુવાને શાસ્ત્રી મેદાન પાસે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો પણ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં વિશાલ જણાવ્યું હતું કે જામનગરમાં તેનું બ્રાસ નું કારખાનું આવેલું છે. ધંધા માટે તેણે ઈરફાન નામના શખ્સ પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top