જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હશો તો પ્રિયા પ્રકાશને અત્યાર સુધી ઓળખી જ ગયા હશો. એક વીડિયોને કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગયેલી પ્રિયાના ફેન્સની સંખ્યા એકાએક લાખોની સંખ્યામાં વધી ગઈ છે. પોતાના આંખોના ઈશારાથી પોતાના બોયફ્રેન્ડ પ્રતિ પ્રેમનો એકરાર કરી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકોને આ છોકરીના એક્સપ્રેશન્સ એટલા પસંદ આવ્યા છે કે, તેના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યામાં ગણતરીના કલાકોમાં વધી ગઈ હતી. આ બધા વચ્ચે આ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર પણ રીલિઝ થઈ ગયું છે, જેમાં પ્રિયા ફરીએકવાર પોતાની આંખોથી તમને પ્રેમમાં પાડી દેશે.
પ્રિયા પોતાની પ્રથમ ફિલ્મમાં જ સ્ટૂડન્ટના રોલમાં છે. જેમાં ટીનએજમાં પાંગરતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સારી ડાન્સર છે અને બીકો ફર્સ્ટ યરની સ્ટૂડન્ટ છે.