ફિલ્મ અભિનેત્રી અને નિર્માતા પ્રિયંકા ચોપરા જોનસને 74 મી બ્રિટીસ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલીવિઝન આર્ટસ પુરસ્કારો માટે એક પ્રસ્તુતકર્તા તરીકે પસંદગી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાયરસ વેશ્વિક મહામારીના કારણે ફ્રેબુઆરીમાં સ્થગિત કરવામાં આવેલ વાર્ષિક પુરસ્કાર સમારોહનું આયોજન રોબર્ટ અલ્બર્ટ હોલમાં 10 અને 11 એપ્રિલના થશે.
બાફ્ટાએ જાહેરાત કરી છે કે, પ્રિયંકા ચોપરા જોનસ સિવાય પ્રસ્તુતકર્તાઓમાં કોએબ ડીનેવોર, ચિવેટલ એજિયોફોર, સિંથિયા એરીવો, હ્યુગ ગ્રાન્ટ, રિચર્ડ ઇ ગ્રાન્ટ, ટોમ હિડલસ્ટન, ફેલિસીટી જોન્સ, ગુગુ એમ્બાથા રો, જેમ્સ મેકએવોય, ડેવિડ ઓયલોવો અને પેડ્રો પાસકલનો સમાવેશ થાય છે.
ફિલ્મ ‘ક્વોન્ટિકો’ ની અભિનેત્રીએ તાજેતરમાં પોતાના પતિ અને પોપ સ્ટાર નિક જોનસની સાથે ઓસ્કારમાં નોમીનેશન થવાની જાહેરાત કરી હતી. પ્રિયંકા ચોપરા જોનસ અને લંડનના અન્ય કલાકાર પ્રસ્તુતકર્તાઓ સિવાય લોસ એન્જલીસથી રોજ બાયર્ન, આન્દ્રા ડે, અન્ના કેન્ડ્રિક અને રેની ઝેલવેગરને વધારાના પ્રસ્તુતકર્તા તરીકે જોડાશે.
અભિનેત્રીની છેલ્લી ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઇગર’ બાફ્ટામાં બે શ્રેણીઓમાં નામાંકન છે. તેમાં સર્વશ્રેષ્ઠ મુખ્ય કલાકારની શ્રેણીમાં આદર્શ ગૌરવનું નામ અને નિર્દેશક શ્રેણીમાં રૂપાંતરિત પટકથા માટે રમીન બહરાનીનું નામ સામેલ છે.