પ્રિયંકા ચોપડાએ અમેરિકાના પ્રેસિડેન્ટને ભારતને વેક્સિન આપવા માટે કહ્યું, વાંચો જાણવા જેવી માહિતી

કોરોના મહામારીમાં દિવસેને દિવસે સતત ભારતની હાલત ખરાબ થઈ રહી છે. સરકાર દ્વારા હવે લોકોને 1 મે થી વેકેસિન આપવામાં આવશે. સરાકર પણ પ્રયાસ કરી રહી છે કે કોરોનાનું સંક્રણમ બને તેટલી જલ્દી અટકે. પરંતુ હવે ભારતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે સંક્રમણની બીજી લહેર ભારત માટે ઘણીજ ઘાતક સાહિત થઈ છે.

આવા સમયે ઘણા બોલીવૂડ સ્ટાર્સ પણ ભારતની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. તેવામાં પ્રિયંકા ચોપડાએ પણ કોરોના સામેની લડાઈમાં ભારતની મદદ કરવા માટે માગ કરી છે. તેણે સીધાજ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન અને તેના સરકારી અધિકારીઓને અપીલ કરી છે. કે ગંભીર પરિસ્થિતીમાં મારા દેશની મદદ કરવામાં આવે.

ગંભીર પરિસ્થિતીમાં પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને કહ્યું કે ભારકને જલ્દીથી જલ્દી વેક્સિન આપવામાં આવે. સાથેજ તેણે એવું પણ કહ્યું મારા દેશની સ્થિતી હાલમાં ઘણી ખરાબ છે. વધુંમાં તેણે કહ્યું મારુ દીલ આ પરિસ્થિતન જોઈને ઘણું દુખી થઈ ગયું છે. સંક્રમણ ભારતમાં એટલી હદે બેકાબૂ બની ગયું છે કે ભલભલાની હાલત બગડી ગઈ છે.

પ્રિયંકા ચોપડાએ એં કહ્યું કે ભારત હાલ કોરોનાથી પીડિત છે. જેથી તેને વેક્સિનની વધારે જરૂર છે. અમેરિકાએ 55 કરોડ વેકેસિનનો ઓર્ડર આપ્યો છે. જેને અત્યારે એટી બધી જરૂર નથી. જેથી તેણે એવું કહ્યું કે મારા દેશને હાલ તાત્કાલિક વેક્સિનની જરૂર છે. માટે તમે શું વેક્સિન શેર કરી શકશો. તેવો સવાલ તેણે સરકારી અધિકારીઓને સોશિયલ મીડિયા પર કર્યો છે.

જોકે પ્રિયંકાની આ પોસ્ટ બાદ તે ઘણી ટ્રોલ થઈ છે. યુઝર્સ દ્વારા તેને બરાબરની ટ્રોલ કરવામાં આવી છે. એક યુઝરે તો એવું કહ્યું કે 2 અઠવાડિયા પહેલા આ વાત કહેવાની બતી. દેશવાસીઓ પોસ્ટ કરે તે પછી તમે આ પોસ્ટ કરો તેની રાહ ન જોવી જોઈએ. બીજા એક યુઝરે તો એવું કહ્યું કે અમેરિકા પહેલાથીજ વેકેસિન ડેવલેપમેન્ટ માટે રો મટીરીયલની સપ્લાય કરવા સંમંત થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે કે કેટલાક લોકોએ પ્રિયંકાના વખાણ પણ કર્યા છે. તેણે ડાયરેક્ટ યુએસ પ્રેસિડેન્ટને આ મામલે વાત કરી જેથી લોકોએ તેની પ્રશંસા પણ કરી છે. જોકે હાલમાં જે પરિસ્થિતી સર્જાઈ છે. તેને જોઈને ભારતમાં હવે એક ડરનો માહોલ પેદા થઈ ગયો છે. લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સંક્રમણ ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

Scroll to Top