‘વેક્સીન સંકટ, જવાબદાર કોણ?’ – પ્રિયંકા ગાંધીએ વેક્સિનેશન પર મોદી સરકારને પૂછ્યા 3 સવાલ

દેશમાં કોવિડ વિરુદ્ધ વેક્સિનેશન ઝુંબેશ ચાલી રહ્યું છે, પરંતુ ઘણા રાજ્યોમાં વેક્સીનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્રમાં ઘણા બધા વેક્સિનેશન કેન્દ્રો બંધ થઇ ગયા છે. મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસ સતત મોદી સરકારની વેક્સીન નીતિને લઈને સવાલો ઉભા કરી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બુધવારે એક લાંબી ફેસબુક પોસ્ટ લખીને વેક્સીનની અછતને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે. ‘જવાબદાર કોણ?’ શીર્ષક સાથે, તેને પહેલા કેટલાક તથ્યો રજૂ કર્યા અને પછી ત્રણ સવાલો પૂછ્યા. તેમણે કહ્યું કે ‘વેક્સીન પર હવે ફક્ત મોદીજીનો ફોટો છે, બાકીની બધી જવાબદારી રાજ્યો પર નાખી દેવામાં આવી છે. આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્ર સરકારને વેક્સીનની અછત વિશે માહિતી મોકલી રહ્યા છે.

કોંગ્રેસ નેતાએ લખ્યું, ‘આજે ભારતની 130 કરોડ વસ્તીમાંથી માત્ર 11% લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને માત્ર 3% લોકોને સંપૂર્ણ રસીકરણ નસીબ થયું છે. મોદીજીની ટીકા ઉત્સવની જાહેરાત પછી છેલ્લા એક મહિનામાં વેક્સિનેશનમાં 83% નો ઘટાડો થયો છે. આજે મોદી સરકારે દેશને વેક્સીનની અછતના દળમાં ધકેલી દીધો છે. વેક્સીન અછત પાછળ સરકારની નિષ્ફળ વેક્સીન નીતિ જોવા મળી રહી છે. આ માટે જવાબદાર કોણ છે?’

પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે ‘કડવું સત્ય એ છે કે મહામારીની શરૂઆતથી જ ભારતમાં વેકિસન સામાન્ય લોકોના જીવ બચાવવાનાં સાધનને બદલે વડાપ્રધાનની વ્યક્તિગત પ્રચારનું સાધન બની ગઈ છે. આને લીધે આજે દુનિયાનો સૌથી મોટો વેક્સીન ઉત્પાદક ભારત, અન્ય દેશોના વેક્સીનના દાન પર આધારીત (નિર્ભર) બની ગયું છે અને વેક્સિનેશનના મામલે દુનિયાના નબળા દેશોની લાઇનમાં જોડાય ગયો છે. આવું કેમ થયું?’

તેમને પૂછ્યું કે..

  1. સરકાર ગયા વર્ષે જ વેક્સિનેશનની સંપૂર્ણ યોજના સાથે તૈયાર હતી, ત્યારે જાન્યુઆરી 2021 માં માત્ર 1 કરોડ 60 લાખ વેક્સીનનો ઓર્ડર કેમ આપવામાં આવ્યો?
  2. સરકારે ભારત ના લોકોને ઓછી વેકિસન આપીને, વધારે વેકિસન વિદેશ કેમ મોકલી દીધી?
  3. દુનિયાનો સૌથી મોટો વેક્સીન ઉત્પાદક ભારત, આજે અન્ય દેશોના વેક્સીન માંગવાની સ્થિતિમાં કેમ આવી ગયો છે અને સરકાર તેને પણ એક સિદ્ધિ તરીકે રજૂ કરવા કેમ પ્રયાસ કરી રહી છે?
Scroll to Top