પ્રિયંકા ગાંધીએ કેમ કહ્યું: જો જરૂરિયાતમાં કોઈની મદદ કરવી ગુનો છે, તો હું આ વારંવાર કરીશ, જાણો અહીં…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રાજ્યસભાના પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ કહ્યું કે આજે ઈદના દિવસે ક્રાઇમ બ્રાન્ચના એક ઇન્સ્પેક્ટર તેની પૂછપરછ કરવા આવ્યા કે તેને તેની પત્ની માટે પ્રિયંકા ગાંધી અને મુકેશ શર્મા પાસેથી રેમડીસિવીર ના બે ઇન્જેક્શન કેવી રીતે પ્રાપ્ત કર્યા? મુકેશ શર્મા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે.

પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ ટ્વિટ કરીને કહ્યું કે, “તે ટૅક્સ પેપરના પૈસા તે શોધવા માટે વેડફી રહ્યા છે કે કેવી રીતે કોની મદદ થઇ, જો કે દવાઓ અને O2 ની અછતને કારણે લોકો કેમ મરી રહ્યા છે?”

શાહિદ સિદ્દીકીના ટ્વીટ પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો જરૂરિયાતમાં કોઈની મદદ કરવી ગુનો છે, તો હું આ વારંવાર કરીશ. મારી દ્રષ્ટિએ જ્યારે લોકો દવાની શોધમાં અને ઑક્સિજન માટે હાંફી જવાથી મરી જાય છે, ત્યારે ચુપચાપ જોવું અને કંઇ ન કરવું એ વધુ મોટો ગુનો છે. ”

જયારે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મુકેશ શર્માએ કહ્યું કે, “માનનીય પ્રિયંકા જી સ્વર્ગીય શ્રીમતી ઇન્દિરા ગાંધીજી થી પ્રેરણા લઈને રાજકારણમાં આવી હતી. કોંગ્રેસનો સૈનિક છું. મદદ કરવી એ ગુનો છે, તો તેના માટે હું ફાંસીની સજા ભોગવવા માટે તૈયાર છું. આવા હજારો ગુનાઓ કરવા પડશે, તો તે મારા માટે સારા નસીબ હશે, હું નહિ આખો દેશ તમારી સાથે છે !!”

જણાવી દઈએ કે મુકેશ શર્મા સતત કોરોના સંક્રમિત લોકોની મદદ કરી રહ્યા છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર નજર નાખીએ, તો લોકો સતત તેમની પાસેથી મદદ માંગી રહ્યા છે અને તેઓ મદદ વિશે ટ્વીટ કરે છે. નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બી વી ને પણ પોલીસે પૂછપરછ કરી.

શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિલ્હી પોલીસ ની ઑફિસ પહોંચી હતી. શ્રીનિવાસ બી વી એ કહ્યું, “તેઓ તે જાણવા માગતા હતા કે અમે લોકોની મદદ કેવી રીતે કરી રહ્યા છીએ.” અમે તેમના બધા જ સવાલોના જવાબ આપ્યા. ‘આ ઉપરાંત દિલ્હી પોલીસે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને પણ ફૈબિફ્લુ દવાના વિતરણને લઈને જવાબ માંગ્યો, જેનો તેને જવાબ આપ્યો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો