પ્રિયંકા ચોપડા દિલ્હીમાં ઠંડી અને પાનના મજા લઇ રહી છે, ફોટો કર્યો શેર

અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના કામને લઇને ક્યારેક અમેરિકા તો ક્યારેક ભારતમાં રહે છે. વીતેલા દિવસ તે ‘સ્કાય ઇઝ પિંક’ ફિલ્મના પ્રમોશન માટે ભારત આવી હતી.

હવે અહીં તે તેની નવી ફિલ્મની તૈયારી કરી રહી છે. આ દિવસોમાં તે રાજધાની દિલ્હીમા. તે દિલ્હીથી તેની તસવીરો પણ ખૂબ શેર કરી રહી છે. હાલ માં તે દિલ્હીમાં પણ પાન નો લુપ્ત લેતી નજરે પડી હતી.

પ્રિયંકા ચોપડાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે પાન ખાતી જોવા મળી રહી છે. પાન સાથે તે દિલ્હીની ઠંડીનો આનંદ માણતી દેખાય રહી છે.

આ અગાઉ તેણે દિલ્હીમાં ચાટની મજા માણતી વખતે તેની તસવીર શેર કરી હતી.

પ્રિયંકા થોડા દિવસો પહેલા જ દિલ્હી આવી છે. તેણી આવતાની સાથે જ તે અહીંના પ્રદૂષણથી પરેશાન થઈ ગઈ હતી. તેણે માસ્ક પહેરેલી પોતાની એક તસવીર શેર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે અહીં શૂટ કરવું ગણું મુશ્કેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top