પ્રોફેસર વિદ્યાર્થીનીને મોકલી રહ્યા હતા અશ્લિલ મેસેજ, પછી વિદ્યાર્થીઓએ પ્રોફેસરને આવી રીતે પાઠ ભણાવ્યો

આપણા દેશમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અતૂટ માનવામાં આવે છે. તેમ છતાં ગુરુ-શિષ્યની આ પરંપરાને લાંછન લગાવનાર અનેક ઘટના સામે આવતી રહે છે. જ્યારે આજે એવી જ એક ઘટના સામે આવી છે.

જેમાં જાણકારી સામે આવી રહી છે કે, એક યુનિવર્સિટીના રંગીન મિજાજના પ્રોફેસર દ્વારા એક વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજો મોકલવામાં આવી રહ્યા હતા. જ્યારે પ્રોફેસરના આ કારસ્તાન લીધે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમને બરાબરનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. તાજેતરમાં આ પ્રોફેસરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને તેમની સામે યુનિવર્સિટી દ્વારા પણ સખ્ત પગલા ભરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઝારખંડના પશ્ચિમી સિંહભૂમિ જિલ્લામાં આવેલ કોલ્હાન યુનિવર્સિટીના ફિલોસોફી ડિપાર્ટમેન્ટના હેડ ડો. કેકે અખોરી પર એક વિદ્યાર્થિને અશ્લીલ મેસેજ મોકલવાનો અને તેની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોમવારના આ બાબતમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં ભારે હંગામો કરવામાં આવ્યો અને પ્રોફેસરને ધક્કે ચડાવ્યા અને તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ પ્રોફેસરની ધરપકડ કરી લેવામાં આવી છે.

વિદ્યાર્થિની દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, ડો. કેકે અખોરી દ્વારા ઘણા દિવસોથી અશ્લીલ મેસેજ મોકલવામાં આવી રહ્યા હતા. વિરોધ કરવા છતાં પણ તેમને મેસેજ મોકલવાનું બંધ કર્યું નહોતું. તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ વિદ્યાર્થિની સાથે આ પ્રોફેસર દ્વારા ક્લાસમાં અશ્લીલ હરકત પણ કરવામાં આવી હતી. આ બાબતમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં ભારે હંગામો કરવામાં આવ્યો હતો અને પ્રોફેસરને પણ માર પણ આપવામાં આવ્યો હતો.

જયારે યુનિવર્સિટીમાં પ્રોફેસર માર આપવામાં આવી રહ્યો હોવાની જાણકારી મળતા જ યુનિવર્સિટીના હોદ્દેદારો ત્યાં પહોંચી આવ્યા હતા અને ડો. કેકે અખોરીને વિદ્યાર્થીઓના ટોળાં વચ્ચેથી તેમને બહાર લાવી દીધા હતા. ત્યારબાદ ડો. અખોરી દ્વારા વિદ્યાર્થિની અને વિદ્યાર્થી પ્રતિનિધિઓની માફી માંગવામાં આવી હતી.

આ ઘટના બાદ કુલપતિ પ્રો. ગંગાધર પંડાની અધ્યક્ષતામાં યુનિવર્સિટીમાં બેઠક પણ થઈ હતી. જેમાં પ્રોફેસર ડો. અખોરીને સસ્પેન્ડ કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

Scroll to Top