ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. અહીં ગોરખપુર રેલ્વેમાં તૈનાત એક ગાર્ડ પત્ની અને બાળકોને એમ કહીને ઘરેથી ચાલ્યો ગયો હતો કે, તે નોકરી પર જઈ રહ્યો છે, પરંતુ તેમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે, તે નેપાળ ચાલ્યો ગયો છે.
જ્યારે પરિવારના સભ્યો દ્વારા તેનો સંપર્ક કરવા માટે ફોન કરવામાં આવ્યો તો તેનો મોબાઈલ બંધ આવ્યો હતો. વારંવાર કોલ કર્યા બાદ પણ ફોન ન લાગતા પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગાર્ડની ગાડી સ્ટેશન પર પાર્ક કરેલી જોવા મળી આવી હતી.
જ્યારે ઓફિસમાં પૂછપરછ કરવામાં આવતા પરિવારને જાણવા મળ્યું હતું કે, પતિ ફરજ પર પહોંચ્યો જ નથી. આ સાંભળીને પરિવાર વધુ હેરાન થઈ ગયો હતો. ત્યાર બાદ પત્ની અને પુત્ર જીઆરપી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને જીઆરપીએ દ્વારા તપાસ કરવામાં આવી તો જાણકારી સામે આવી હતી કે, ગાર્ડ પરિચિતો સાથે નેપાળ ફરવા ચાલ્યો ગયો છે
ગાર્ડની પત્ની રવિવારના સવારે જીઆરપી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સ્ટેશન ઇન્ચાર્જને કહેવામાં આવ્યું હતું કે, તેનો પતિ શનિવારના ડ્યુટી પર જશે તેમ કહીને બાઇક લઇને ઘરેથી નીકળી ગયો હતો. સાંજ સુધી તે પરત ન આવતા પત્ની દ્વારા મોબાઈલ પર ફોન કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફોન બંધ આવતો હોવાના કારણે રાતે પોતાના પુત્ર સાથે તેને શોધતી રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી તે દરમિયાન બાઇક ત્યાં પાર્ક કરવામાં આવ્યું હતું. ઓફિસ ઇન્ચાર્જને ફોન કરતા જાણ થઈ કે તે ફરજ પર આવેલ જ નથી.
જ્યારે પતિ સાથે કઈંક ખરાબ ન થાય જાય તેથી પત્નીએ સ્ટેશન ઇન્ચાર્જને ફરિયાદ કરી અને પતિને શોધવાનું જણાવ્યું હતું. જીઆરપી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ ઉપેન્દ્ર શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યારે સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી તો બપોરના સમયે નેપાળ બોર્ડર પર ગાર્ડનું છેલ્લું લોકેશન પ્રાપ્ત થયું હતું.
જેના કારણે પરિવાર વધુ હેરાન થઈ ગયો હતો. આ દરમિયાન બપોરના ગાર્ડે તેના પરિચિતને ફોન કર્યો અને જણાવ્યું હતું કે, તે તેની પત્ની અને બાળકો સાથે જૂઠું બોલીને મિત્રો સાથે નેપાળ ફરવા માટે ગયો છે ત્યારે પતિની આખી પોલ ખુલી થઈ ગઈ હતી.