હાલમાં ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ યુવાનોમાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે. યુવાનોમાં PUBG અને શેડોગન લિજેન્ડ્સ જેવી ગેમ્સ રમતા જોવા મળે છે. મોટાભાગના લોકો માનતા હોય છે કે આખો દિવસ મોબાઈલમાં રમતા લોકો ખાલી ટાઈમપાસ કરે છે, અને તેમાંથી કોઈ કમાણી પણ નથી થતી. પરંતુ ઘણી કંપનીઓ ગેમ્સને વધારે લોકપ્રિય બનાવવા માટે ખાસ ટૂર્નામેન્ટ્સનું આયોજન કરતી હોય છે. જેમાં વિજેતાઓને લાખો રૂપિયા સુધીની પ્રાઈઝ મળે છે. PUBGએ પણ હાલમાં ઓનલાઈન ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. જેમાં વિજેતાઓને 1 કરોડ રૂપિયા સુધીના પ્રાઈઝ આપવામાં આવશે.
ક્યાં સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો
PUBG દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ માટેની જાહેરાત મૂકવામાં આવી છે. જો તમને લાગતું હોય કે PUBG રમવામાં તમારી ખાસ માસ્ટરી છે અથવા તમારા જેવી ગેમ રમતા કોઈને નથી આવડતી તો અત્યાર જ એપ્લાય કરો. જેમાં ભાગ લેવા માટે ખેલાડીઓ 9થી 23 જાન્યુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સમગ્ર ટૂર્નામેન્ટ ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. ઓનલાઈન ઈન-ગેમ ક્વોલિફાયર (21થી 27 જાન્યુઆરી), ઓનલાઈન પ્લેઓફ (10-24 ફેબ્રુઆરી) અને ગ્રાન્ડ ફિનાલે ( માર્ચ મહિનામાં).
કેવી રીતે ટૂર્નામેન્ટમાં ભાગ લેશો?
આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તમારે સૌ પ્રથમ www.pubgmobile.in વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં તમારે ભાગ લેવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ તમારું ઈ-મેઈલ એકાઉન્ટ વેરિફાય કરાવવું પડશે. એકવાર ઈ-મેઈલ એકાઉન્ટ વેરિફાય થયા બાદ તમે પોતાની ચાર મેમ્બર્સની સ્ક્વોડ બનાવી શકો અથવા તો કોઈ ચાર મેમ્બર્સની સ્ક્વોડ જોઈન કરી શકો છો.
ભાગ લેવા માટેને નિયમો
આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે દરેક મેમ્બર ભારતીય નાગરિક હોવો જોઈએ. ઉપરાંત તેની પાસે PUBG મોબાઈલ ગેમમાં 20 અથવા તેની ઉપરનું લેવલ હોવું જોઈએ. તમારા ફોનમાં PUBGનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ. ટૂર્નામેન્ટ દરમિયાન પ્લેયર પોતાના મોબાઈલ દ્વારા જ રમતા હોવા જોઈએ. તેઓ ઓનલાઈન હેક, થર્ડ પાર્ટી સોફ્ટવેર અથવા ટૂલનો ઉપયોગ કરી શકશે નહીં. ગ્રાન્ડ ફિનાલે માટે ઓર્ગેનાઈઝર્સને ડિવાઈસ આપવામાં આવશે. જો કોઈ પ્લેયર થર્ડ પાર્ટી ટૂલ અથવા અન્ય હેકનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેને ડિસક્વોલિફાઈડ કરી નાખવામાં આવશે.
કેવી રીતે યોજાશે ટૂર્નામેન્ટ?
ઈન-ગેમ ક્વોલિફાયર રાઉન્ડમાં દરેક સ્ક્વોડને ભારતી સીરિઝની સ્કવોડ સાથે 15 મેચો રમવાની રહેશે. તેમાંથી તેમની 10 બેસ્ટ મેચોનું પરિણામ જોવામાં આવશે. ઓનલાઈન પ્લેઓફમાં ત્રણ રાઉન્ડમાં રમાડવામાં આવશે. જેમાં પહેલા રાઉન્ડમાં ટોપની 2000 ટીમને 100 ગ્રુપ (દરેક ગ્રુપમાં 20 સ્ક્વોડ્સ)માં રાખવામાં આવશે. આવી રીતે ત્રણ રાઉન્ડના અંતે ટોપ 5 ટીમને ગ્રાન્ડ ફિનાલે રમવાની તક મળશે. ગ્રાન્ડ ફિનાલે માર્ચ મહિનામાં રમાશે. આ માટેની તારીખ હજુ સુધી જાહેર કરાઈ નથી.
શું છે પ્રાઈઝ મની
ગેમના અંતે ટોપ 20 મેમ્બર્સને 1 કરોડ સુધીના પ્રાઈઝ આપવામાં આવશે. જેમાં ટોપ 1 ખેલાડીને 30 લાખ રૂપિયા, બીજા નંબરના ખેલાડીને 10 લાખ રૂપિયા અને ત્રીજા ક્રમે આવનારા ખેલાડીને 5 લાખ રૂપિયાની પ્રાઈઝ મની અપાશે. આ ઉપરાંત દરેક રાઉન્ડમાં ટોપ કરનારા કેટલાક ખેલાડીઓને Oppo સ્માર્ટફોન પણ આપવામાં આવશે.