કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનનો માહોલ

ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે તેવા સમયે સરકાર દ્વારા સંક્રણને રોકવા માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે સંક્રમણની ચેઈન તોડવા માટે હવે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે સાથેજ લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે જેથી લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા.

ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતમાં બપોર બાદ મોટા ભાગનો વિસ્તાર સૂમસામ થઈ જાય છે, ત્યારે પાટણ, વલસાડ, આણંદ અરવલ્લી જેવા જિલ્લાઓમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે જેના ના કારણે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.

જે સમયે લોકડાઉન થયું હતું કે સમયે પણ આટલા કેસ ન હતા જેટલા અત્યારે નોંધાયા છે કોરોનાની બીજી લહેર ઘણી ઘાતકી સાબિત થઈ છે આ લહેરમાં સૌથી વધુ શ્વાસની તકલીફ ઊભી થાય છે તેમજ ફેફસાંમાં સૌથી વધુ નુકસાન થાય છે બીજી તરફ, રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે.

વધતા જતા કોરોરોનાના કેસને કારણે હવે સરકારમાં પણ ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે. કારણકે જનતા દ્વારા અનેકવાર સરકારને લોકડાઉન કરવાની માગ થઈ છે, પરંતુ કોઇ નિર્ણય ન લેવાતાં હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ અગ્રેસર થયા છે. જોકે સરકાર દ્વારા અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે કોરોનાને લઈને લોકડાઉન કરવામાં નહી આવે પરંતુ રાત્રી કર્ફયું યથાવત રાખવામાં આવશે.

રાજયના વેપારીઓએ પહેલા વિકેન્ડમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખ્યું હતું. જોકે હવે મોટાભાગના વિસ્તારોમાં વેપારીઓ 7થી 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખી રહ્યા છે, એટલે કે દવા, કરિયાણું, દૂધ સહિત જીવન જરૂરિયાતોની વસ્તુઓ સિવાય અન્ય તમામ વેપાર-ધંધા ધીરે-ધીરે બંધ થઈ રહ્યા છે. જેમા ખાસ કરીને દૂધ દવા અને શાકભાજી લોકોને મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે પાટણ તેમજ વલસાડમાં જેવા જિલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉની જાહેરતા કરી છે. જેમા તેઓ 7 દિવસ સુધી લોકડાઉન રાખવાના છે. ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં તો જે પણ વેપારી લોકડાઉનનો ભંગ કરશે તેવની પાસેથી દંડ લેવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. જેથી બધાજ લોકો હાલ કોરોનાનું સંક્રન રોકવા સૌ કોઈ પ્રયાસ કરી રહ્યા છે.

Scroll to Top