પૂજાપાઠ કરતા બ્રાહ્મણે ATM મશીન તોડવાનો પ્રયાસ કર્યો, સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અવનવી ગુનાખોરી માટે સુરત પહેલાથી પ્રખ્યાત છે, પરંતુ હવે અહીયા એવા લોકો ગુનાખોરી ખરી રહ્યા છે. જેમના વીશે સાંભળીને તમે પણ ચોકી જશો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ HDFC બેંકના એટીએમમાં એક યુવક લોખંડનો સળીયો લઈને ઘૂસી ગયો હતો. જોકે મામલે પોલીસને તરત જાણ થઈ એટલે પોલીસ પણ ત્યા પહોચી ગઈ હતી.

પોલીસ એટીએમ પર પહોચી ત્યા સુધી યુવકને જાણ ન હતી. જેથી પોલીસે રંગેહાથ તેને ઝડપી પાડ્યો. સાંભળીને તમે ચોંકી જશો કે પોલીસે તેની પુછપરછ કરી ત્યારે સામે આવ્યું કે યુવક પુજાપાઠ કરતો બ્રાહ્મણ છે. સાથેજ તે યુવકે એવું પણ કહ્યું કે તેની પત્નીએ તેને કહ્યું હતું કે પેસા લીધા વગર ઘરમાં ન આવતો. જેથી આવું કારસ્તાન કર્યું હતું.

યુવકે જે પણ કર્યું હતું તે આર્થીક રીતે સર્જાયેલી તંગીને કારણે કર્યું હતું તેવું તેણે પોલીસ સમક્ષ કહ્યું. રૂપિયાની તંગી હોવાને કારણે તે એટીએમમાં સળીયો લઈને પહોચી ગયો હતો. જ્યા તેણે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ યુવકની આ કરતૂતને કારણે તેને આજે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. યુવક જે કંપનીમાં નોકરી કરે છે તેજ કંપની પાસે એટીએમની સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ રહેલો છે. રાત્રે એક વાગ્યે યુવક એટીએમમાં સળીયો લઈને ઘુસી ગયો ત્યારે સિક્યુરીટી કંપનીને સીસીટીવી મારફતે જાણ થઈ જેથી તેમણે મુંબઈ હેડ ઓફિસથી પોલીસને ફોન કર્યો હતો.

સિક્યુરીટી કંપનીએ પોલીસને જાણ કરી હતી કે સીસીટીવી કેમેરામાં એક યુવક એટીએમન મશીન તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવું દેખી રહ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ અને ગણતરીના સમયમાં પોલીસ ત્યા એટીએમ પર પહોચી હતી. જ્યા તેમણે યુવકને રંગે હાથ એટીએણ તોડતા ઝડપી પાડ્યો.

ઉલ્લેખનિય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવકે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો તેના કારણે 95 હજાર જેટલું નુકશાન થયું છે. સાથેજ એવી માહિતી પણ સામે આવી છે કે યુવક સારા ઘરનો છે. પરંતુ આર્થીક તંગીને કારણે તેણે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથેજ યુવકે પોલીસને એવું પણ કીધું હતું કે તેના ઘરમાં રૂપિયાને લઈને રોડ ઝઘડાઓ થતા હતા. જેથી તેણે આ પગલું ભર્યું હતું.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here