પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર દેશમાં ટીકા થઈ રહી છે, ત્યારે સુરત શહેરના લોકો પણ તેમાં જોડાયા છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (SPSS) દ્વારા શહેરમાં 17 ફેબ્રુઆરીના રોજ આયોજીત કરાયેલા સમૂહ લગ્નમાં જેટલી પણ ભેટ આવશે, તેને શહીદોના પરિવારને આપી દેવાશે. આ સમૂહલગ્નમાં 261 કપલ્સ પરણી રહ્યાં છે.
આ ઉપરાંત, ટેક્સટાઈલ વેપારીઓએ પણ સમગ્ર શહેરમાં શનિવારના રોજ શહીદોના માનમાં માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
સિરામિક ઉધોગોએ 75 લાખની સહાય જાહેર કરી.
મોરબીનો સિરામિક ઉધોગ હીદોને વ્હારે આવ્યો છે અને મોરબી સિરામિક ઉધોગના 200 થી પણ વધુ એકમોએ રૂ 75 લાખથી વધુ રકમની સહાય આપવાની જાહેરાત કરી છે.
સિરામિક એસો. દ્વારા કરાયેલી એક પહેલને ઉધોગકારોએ ઝીલી લીધી હતી અને માત્ર ૧ કલાકમાં રકમ એકઠી થઇ ગઈ હતી.
મોરારિબાપુએ એક-એક લાખ રૂપિયા ની સહાય આપી.
મોરારીબાપુએ જણાવ્યુ કે, આતંકવાદીઓએ આપણા જવાનો પર જે કાયરતા અને ક્રૂરતાપૂર્ણ હુમલો કર્યો અને એમાં આપણા જે જવાનો શહીદ થયા એની મને એક સાધુ તરીકે બહુ જ પીડા છે. હનુમાનજીની પ્રસાદીરૂપે દરેક શહીદોના પરીવારને રૂ. એક-એક લાખ પહોચાડવામાં આવશે.
વકીલોએ એક દિવસમાં 8.50 લાખ ભેગા કર્યા
અમદાવાદ: અમદાવાદના ડેબ રિકવરી ટ્રિબ્યુનલના તમામ સ્ટાફ અને વકીલોએ શહીદોના પરિવાર માટે માત્ર 1 દિવસમાં 8.50 લાખ ભેગા કર્યા છે. તે સાથે જ સ્ટાફ અને વકીલોએ પોતાની એક દિવસની કમાણી આપવાની પણ પ્રતિજ્ઞા લીધી છે. બીજા વ્યવસાયના લોકો પણ જોડાઇ રહ્યા છે.
સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પણ શહીદોના પરિવારજનો માટે ફંડ એકઠું કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકીય પક્ષો સહિત અનેક સંસ્થાઓ અને સંગઠનો પણ શહીદોની મદદ કરવા માટે આગળ આવ્યા છે.
શુક્રવારે સાંજે સુરતમાં પુલવામા અટેકના વિરોધમાં કેન્ડલ લાઈટ માર્ચ પણ કાઢવામાં આવી હતી. 17મી ફેબ્રુઆરીએ થનારા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં પણ બે મિનિટનું મૌન ધારણ રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સમાજના કન્વિનર કાનજી ભાલાળાના જણાવ્યા અનુસાર, લગ્નમાં કપલ્સને જે પણ પૈસા અને ભેટ અપાશે તે તમામ શહીદોના પરિવારને આપી દેવાશે.
સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ દ્વરાા શહીદોના પરિવારો માટે 5 લાખનું ભંડોળ એકત્ર કરાયું છે. વિવિધ વેપારી સંગઠનોએ પણ અત્યાર સુધી છ લાખનું ભંડોળ એકત્ર કર્યું છે.
ઝઘડિયાના 725 શિક્ષકોએ એક દિવસનો પગાર આપ્યો
શહિદોના માનમાં અને તેમના પરિવારને મદદરૂપ થવાના આશય સાથે ઝગડિયા તાલુકાની પ્રાથમિક શાળાઓના 725 શિક્ષકોએ એક દિવસનો પગાર આપવાનું નક્કી કર્યું છે. પ્રાથમિક સંઘના હોદ્દેદારોએ શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી તેમને 1 દિવસનો પગાર કાપવા રજૂઆત કરી હતી.
દૈનિક ભાસ્કર જૂથ ઘ્વારા દરેક શહીદ ને 1-1 લાખ ની સહાય આપવામાં આવી
ભાસ્કર તમામ શહીદ પરિવારોને 1-1 લાખની આર્થિક મદદ આપશે.
આ એક નાની પહેલ છે. શહીદોને પ્રણામ! એવી જ રીતે સુરત ના એક પરિવાર ઘ્વારા પણ લગ્ન સાદાઈ થી રાખી લગ્ન નો ખર્ચ શહિદ પરિવારો ને આપવામાં આવ્યો સમગ્ર દેશ શહીદ જવાનોને શ્રદ્ધાંજિલી આપી રહ્યો છે. તેવામાં જો તમે પણ તેમને નમન કરવા માંગો છો તો તમે તેમના પરિવારો માટે ડોનેશન કરી શકો છો.
તેના માટે તમે Bharat Ke Veer એપ અથવા bharatkeveer.gov.in વેબસાઇટ પર જઇ શકો છો. તમે એક શહીદ પરિવારને 15 લાખ રૂપિયા સુધી ડોનેટ કરી શકો છો.
અહીં પૈસા ડાયરેક્ટ શહીદોના પરિવારોના બેન્ક એકાઉન્ટમાં જાય છે, 15 લાખ રૂપિયા સુધી કરી શકો છો ડોનેટ 2017 માં લોન્ચ થઇ હતી વેબસાઇટ હોમ મિનિસ્ટ્રીએ 2017 માં Bharat Ke Veer વેબસાઇટ અને એપને લોન્ચ કરી હતી તે સમયે બોલીવુડનો સુપર સ્ટાર અક્ષય કુમાર પણ હાજર રહ્યો હતો. લોંચ હેતુ હતો કે દેશની જનતા પૈસા ડોનેટ કરી જવાનોના પરિવારોની મદદ કરી શકે.
તેમા તમે બે પ્રકારથી ડોનેશન કરી શકો છો કોઇ એક શહીદ જવાનના એકાઉન્ટમાં અથવા ‘ભારત કે વીર’ ફંડમાં.
આ વેબસાઇટ અથવા એપમાં ડોનેશન આપી તમે સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) સશસ્ત્ર સીમા દળ (SSB), આસામ રાયફલ્સ (AR), ઇન્ડો-તિબ્બત બોર્ડ પોલિસ (ITBP), નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG)ના શહીદોના પરિવારોની મદદ કરી શકો છો.