પતિની શ્રદ્ધાંજલિ દરમિયાન પત્નીએ લીધેલ વચન કર્યું પૂરું, પુલવામા હુમલામાં પતિ શહીદ થયા બાદ આજે પત્ની પણ જોડાઈ Indian Army સાથે

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હુમલા દરમિયાન મેજર ધુંડીયલ શહિદ થયા હતા. તેમને મરણોત્તર શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સેનાના ઘણા વધુ જવાનો શહીદ થયા છે. 2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલનાં પત્ની નિકિતા કૌલ ઈન્ડિયન આર્મીમાં જોડાયા છે. નિકિતા ઢૌંડિયાલે લેફ્ટેનન્ટ તરીકે આર્મીમાં પ્રવેશ કર્યો છે. નિતિકાએ આજે ભારતીય સેનાનો યુનિફોર્મ પહેરીને શહીદ મેજર વિભૂતિ શંકરને શ્રદ્ધાંજલિ આપી છે. પુલવામા શહીદની પત્નીએ દેશની સેવા કરવા માટે ભારતીય સેનામાં જોડાવાનું પસંદ કર્યું. પતિને હાર્દિક શ્રદ્ધાંજલિ આપતી વખતે તેણે પહેલીવાર આર્મીનો યુનિફોર્મ પહેર્યો હતો.

પતિના મૃત્યુ બાદ નિકિતાએ હાર ના માનીએ અને સેનામાં જોડાવાનો દૃઢ નિશ્ચય કરી દીધો હતો. હવે મે 2021માં ટ્રેનિંગ પૂરી કરીને નિકિતા ઢૌંડિયાલ લેફ્ટેનન્ટ તરીકે આર્મીમાં જોડાયા છે. આજે તેમની પત્ની નિકિતા કૌલે તેમને શ્રદ્ધાંજલિ આપવા ભારતીય સૈન્યમાં જોડાયા છે. તે ખરેખર તેમના માટે ગૌરવની ક્ષણ હતી કારણ કે તેણે આર્મી કમાન્ડર ઉત્તરી કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી દ્વારા પોતાના ખભા પર બેજ લીધા હતા. 28 વર્ષની નિકિતા કૌલે ઇન્ટરવ્યૂની સાથે શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) ની પરીક્ષા પણ પાસ કરી હતી. શહીદની પત્નીનું કહેવું છે કે પતિને શ્રદ્ધાંજલિ આપવાની આ તેણીની રીત છે અને તેનાથી તે તેની નજીકની લાગણી અનુભવે છે.

નિકિતા અગાઉ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હતા. જે છોડીને તેઓ ભારતીય સેનામાં જોડાયા છે. પતિના અવસાનના 6 મહિનામાં જ નિકિતાએ શોર્ટ સર્વિસ કમિશનનું ફોર્મ ભર્યું અને પરીક્ષા પાસ કરીને સર્વિસ સિલેક્શન બોર્ડનો ઈન્ટરવ્યૂ આપ્યો. આમાં પાસ થયા પછી નિકિતાએ ચેન્નૈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA)માં ટ્રેનિંગ લીધી અને હવે આર્મીમાં લેફ્ટેનન્ટ નિકિતા કૌલ ઢૌંડિયાલ તરીકે 29 મે 2021ના રોજ જોડાયા છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જીવલેણ આતંકવાદી હુમલા દરમિયાન મેજર વિભૂતિ શંકર ધૂંડિયાલ શહીદ થયા હતા. પુલવામાં હુમલો થયો ત્યારે નિતિકા અને મેજર વિભૂતિના લગ્નને માત્ર 10 મહિના થયા હતા. એપ્રિલ 2019માં તેમના લગ્નની પહેલી એનિવર્સરી આવે તે પહેલા જ મેજર વિભૂતિને વીરગતિ પ્રાપ્ત થઈ હતી. ત્યારે નિતિકાએ પોતાના પતિને બહાદુર સૈનિક ગણાવ્યા હતા. રાષ્ટ્ર માટેના તેમના બલિદાન બદલ તેમને મરણોત્તર શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

આ સંબંધિત એક વીડિયો સંરક્ષણ મંત્રાલયના જનસંપર્ક અધિકારી ઉધમપુર દ્વારા પણ તેના ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. પીઆરઓએ વીડિયો સાથે લખ્યું, “પુલવામામાં પોતાનો જીવ બલિદાન આપનાર મેજર વિભૂતિ શંકર ધૌંડિઆલને મરણોત્તર શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. તેમની પત્ની નિકિતા કૌલે આજે સેનાનો ગણવેશ પહેર્યો હતો, તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી હતી. તે તેના માટે ગર્વની વાત હતી. લશ્કરી કમાન્ડર લેફ્ટનન્ટ વાય.કે. જોશી તેમના ખભા પર તારાઓ મૂકશે ત્યાં તક મળશે.“

મહત્વની વાત એ છે કે 14 ફેબ્રુઆરીના 2019 ના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન 40 જેટલા ભારતીય જવાન શહીદ થયા હતા. પુલવામાં થયેલ આંતકી હુમલા પછી તરત જ પુલવામાના પિંગલાન ગામમાં આતંકીઓને ઠાર કરવા માટે આર્મી દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે આ ઓપરેશનમાં આંતકીઓની ગોળી વાગવાને લીધે 4 જેટલા સૈનિકો શહીદ થયા હતા.

આ 4 શહીદ થયેલા સૈનિકોમાં મેજર રેન્કના ઓફિસર વિભૂતિ શંકરનો પણ સમાવેશ થાય છે. અને જયારે આ મેજર વિભૂતિનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટાઈને દહેરાદૂન સ્થિત ઘરે પહોંચ્યો હતો ત્યારે નિકિતાએ સલામ ઠોકીને પતિને અંતિમ વિદાય આપી હતી. ત્યારે જ તેમણે સેનામાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો. એ વખતે નિકિતાએ કહ્યું હતું કે, તેઓ પતિના અધૂરા કામને પૂરા કરવા માગે છે અને આ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.

Scroll to Top