માનવતા મરી પરિવારી: દોઢ વર્ષનો પુત્ર માતાના મૃતદેહ પાસે 2 દિવસ બેઠો રહ્યો, કોઈ મદદ કરવા પણ ન આવ્યું

કોરોના વાયરસે દિવસેને દિવસે કહેર વર્તાવ્યો જેના કારણે લોકોના અસલી રંગરૂપ બહાર આવ્યા છે કોણ આપણું છે અને કોણ પારકું છે તેની સત્યતા સામે આવી છે મહારાષ્ટ્રના પુણેમાં કઈક આવોજ બનાવ સામે આવ્યો છે જે સાંભળીને તમારા પણ રૂવાટા ઉભા થઈ જશે પુણેમાં એખ મહિલાનું કોરોનાને કારણે મોત થયું જેનુ બાળક માત્ર દોઢ વર્ષનું હતું.

મહિલાનું મોત થયા બાદ કોઈએ પણ તે બાળકને પોતાની પાસે ન લીધું કારણકે લોકોને કોરોનાનો ભય હતો આ મામલે જાણ જતા પોલીસ મહિલાના ઘરે પહોચી હતી જ્યા તેમણે જોયુ તો ઘરમાં બાળક મહિલાની પાસે બેઠુ હતું.

ઘટનાની જાણ થતા બે મહિલા કોન્સ્ટેબલો મદદ માટે પહોચી હતી બાળકની માતાનું મોત થયા બાદ તે તેના મૃતદેહ પાસેજ તરસ્યો અને ભૂખ્યો બેસ રહ્યો હતો પરંતુ તેને લેવા માટે કોઈ ન આવ્યું આસપાસના લોકોને પણ આ મામલે જાણ હતી પરંતુ તેઓ કોરોનાને ડરને કારણે તે બાળકને લેવા માટે ન આવ્યા સમગ્ર મુદ્દે મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ જ્યારે ઘરે પહોચી ત્યારે તેણે જોયું કે ઘરમાં મૃતદેહ પડ્યો છે સાથેજ તે મૃતક મહિલાનો બાળક પણ તેની પાસેજ બેઠો હતો જોકે મહિલા કોન્સ્ટેબલે વગર કઈ વીચારે તે બાળકને ઉચકી લીધો બાદમાં તેને જમવાનું આપ્યું હતું તે મહિલા કોન્સ્ટેબલે એવું પણ કહ્યું કે મારા બે બાળકો છે જેમા એક અને તે બાળક પણ તેને તેના દિકરા જેવોજ લાગ્યો હતો.

તેઓ જ્યારે બાળકને ડૉક્ટર પાસે લઈ ગયા, ત્યારે ડૉક્ટરે તેમેન એવું કીધું કે બાળકને થાવ છે જેથી તેને યોગ્ય ભોજન આપવાની સલાહ આપી હતી જોકે તેને નાસ્તો કરવાની તેઓ હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે એક ખુશીની વાત એ છે કે બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જેથી તેને સરકારી શિશુ ગૃહમાં મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ ભારતમાં મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે કારણકે અહીયા દિવસેને દિવસે સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે સરકાર દ્રા પણ અહીયા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતા પણ અહીયા સંક્રમણ કાબૂમાં નથી આવી રહ્યું. તે સિવાય મહારાષ્ટ્રમાં લોકડાઉન પણ કરી દેવામાં આવ્યું છે જોકે અહીયા સંક્રમણ કેટલા સમયમાં કાબૂમાં આવશે. તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.

Scroll to Top