પૂર્ણ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને એકસાથે ઘણીબધી બીમારીઓ હતી. જેના કારણે તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા.
પરંતુ શનિવારે 24 ઓગસ્ટના રોજ એટલે કે આજે તેનું નિધન થયું. અરુણ જેટલીને કિડની સિવાય, કેન્સર અને ડાયાબીટિસ જેવી તકલીફ પણ હતી.
તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં AIIMS માં દાખલ કરાયા હતા જ્યાં તેમણે પોતાના શ્વાસ છોડ્યા. અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રીલિઝ અનુસાર 24 ઓગસ્ટના શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે સાંસદ અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા.
અરુણ જેટલીના નિધનથી બોલિવુડ જગતમાં પણ શોકનો માહોલ છે. બોલિવુડ સેલેબ્સે પણ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.
પરેશ રાવલ, રિતેશ દેશમુખથી લઈને ટેલિવુડ એક્ટ્રેસ નિયા શર્મા તેમજ પરેશ રાવલે પણ શોક વ્યક્ત કર્યો છે. પરેશ રાવલે લખ્યું છે કે ભારતીય રાજનીતિનો વધુ એક ચમકતો તારો ડૂબી ગયો. ઓમ શાંતિ.
રિતેશ દેશમુખ, મિકા સિંહ, અદનાન સામી, ગુલ પનાગ, મનજોત સિંહ, અનિલ કપૂર, સની દેઓલ, નિમ્રત કૌર, આશા ભોંસલે, કરણ જોહર, શેખર કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, લત્તા મંગેશકર, અજય દેવગણ, નિયા શર્મા વગેરે લોકો એ અરુણ જેટલી ને શ્રદ્ધાંજલિ આપી.