કાર કે બસ ને ધક્કો મારતા જોયા હશે પરંતુ ક્યારેય પ્લેન ને ધક્કો મારતા જોયા છે? નહીં.. તો જોઈ લ્યો આ વિડિયો મા

ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આજ સુધી તમે લોકોને ટુ વ્હીલર અને ફોર વ્હીલરને ધક્કો મારતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિમાનને ધક્કો મારતા જોયો છે? વાસ્તવમાં આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નેપાળના બજુરા એરપોર્ટનો છે જ્યાં ડઝનેક લોકો તારા એરના વિમાનને એક સાથે ધક્કો મારતા જોવા મળ્યા હતા.

નેપાળ ન્યૂઝના જણાવ્યા અનુસાર બુધવારે કોલ્ટીના બજુરા એરપોર્ટ પર એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું હતું. મુસાફરો અહીંના રનવે પર પાર્ક કરેલા વિમાનને ધક્કો મારતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં તારા એરલાઇન્સનું વિમાન બાજુરા એરપોર્ટ પર સલામત રીતે ઉતર્યું હતું. પરંતુ રનવેથી ટેક્સીવે તરફ જઈ રહ્યું હતું કે તરત જ વિમાનના લેન્ડિંગ ગિયરનું ટાયર અચાનક ફાટી ગયું હતું. જેના કારણે રનવે બ્લોક થઈ ગયો હતો.

જ્યાં સુધી વિમાનને પાર્કિંગમાં લઈ જવામાં ન આવે ત્યાં સુધી અન્ય કોઈ વિમાન ઉતરી શકે નહીં. દરમિયાન, અન્ય એક વિમાન બજુરા એરપોર્ટ પર લેન્ડિંગની પરવાનગી માંગી રહ્યું હતું પરંતુ એટીસી રનવે ખાલી ના હોવાના કારણે બીજા વિમાનને ઉતરવા ની મંજૂરી આપી રહ્યું ન હતું. આકાશમાં ઊડતું વિમાન નાનું હતું. તેની પાસે આકાશમાં ટકી રહેવા અને રનવે ખાલી થવાની રાહ જોવા પૂરતું બળતણ નહોતું.

એરપોર્ટ ઓથોરિટીએ લોકોની મદદથી રનવે પર પાર્ક કરેલા વિમાનને હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ એરપોર્ટસ્ટાફ અને મુસાફરોએ વિમાનને રનવેથી પાર્કિંગ માં ધકેલી દીધું હતું. જે બાદ રનવે ખાલી કરાવવામાં આવ્યો હતો અને ઉતરવાની રાહ જોઈ રહેલા વિમાનને ઉતરવાની પરવાનગી આપવામાં આવી હતી. દરમિયાન એરપોર્ટ પર હાજર કેટલાક મુસાફરોએ આ ઘટના મોબાઇલ પર રેકોર્ડ કરી હતી.

Scroll to Top