અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને પુતિનની ધમકી- કોઇ વચ્ચે આવ્યું તો પરમાણું હુમલો થશે

યુક્રેનની પહેલ પછી રશિયાએ પણ શાંતિ રક્ષા માટે વાતચીત કરવાના સંકેત આપ્યા છે. તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયાના જોરદાર હુમલા બાદ રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો હતો, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નહોતો. આ પછી રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે ઝેલેન્સકીએ ફોન કર્યો હતો જેમાં તેણે વાતચીત માટે વિનંતી કરી હતી. આ પછી રશિયા દ્વારા વાટાઘાટો માટે સંમતિ આપવામાં આવી હતી પરંતુ રશિયા આ મંત્રણા બેલારુસના મિન્સ્ક શહેરમાં કરવા માંગે છે જ્યારે યુક્રેન પોલેન્ડના વર્સેલ્સમાં કરવા માંગે છે. રશિયાએ એમ પણ કહ્યું હતું કે આ મંત્રણા યુક્રેનને તટસ્થ રાજ્ય જાહેર કરવા માટે જ થશે. આ અંગે સર્વસંમતિ ન હોવાથી વાટાઘાટો આગળ વધી શકી ન હતી. આ દરમિયાન રશિયાએ ફરીવાર વાતચીતના સંકેત આપ્યા છે. પરંતુ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વાતચીત તેમની પોતાની શરતો પર જ થશે.

જો કે રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે યુક્રેન પર કબજો કરવાના ઈરાદા સાથે આગળ વધી રહ્યું છે અને તે ત્યાંની વર્તમાન સરકારને હટાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. રશિયાએ યુક્રેનને સમર્થન આપવાની વાત કરનારા તમામ દેશોને ચેતવણી આપી છે કે જો કોઇ તેમના માર્ગમાં અવરોધો ઊભા કરવામાં આવશે તો તેની પાસે વિકલ્પ તરીકે પરમાણુ હથિયારો પણ છે. જેનો તે ઉપયોગ કરવાથી અચકશે નહીં. રશિયાના નિવેદનમાં અમેરિકા વિશે જ સીધો સંકેત આપવામાં આવ્યો છે. જોકે રશિયા તરફથી અમેરિકાનું નામ લેવામાં આવ્યું નથી. દરમિયાન કિવમાં ભીષણ લડાઈ ચાલુ છે. ગત રાત્રે કિવમાં અનેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટોથી શહેર હચમચી ગયું હતું અને જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. રશિયાના બોમ્બ ધડાકાથી અહીંના ઘણા ઘરો બરબાદ થઈ ગયા છે. લોકોને બચવા માટે બંકરો અથવા ભોંયરામાં આશરો લેવો પડ્યો છે.

શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક ભાવનાત્મક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો જેમાં તેમના બચાવમાં હુમલો કરવાની હાકલ કરવામાં આવી હતી. તેમણે લોકોને આ માટે તૈયાર રહેવા પણ કહ્યું હતું. આ પછી કિવના દક્ષિણપશ્ચિમમાં વેસેલ્કિવ એરબેઝ પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન યુક્રેને કહ્યું છે કે તેણે એક રશિયન ટ્રાન્સપોર્ટ પ્લેનને પણ તોડી પાડ્યું છે. જોકે રોઈટર્સે આ વાતની પુષ્ટિ કરી નથી. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે તો કિવમાં રહેતા લોકોને રશિયન સૈનિકો પર હુમલો કરવા માટે પેટ્રોલ બોમ્બ તૈયાર કરવા પણ કહ્યું છે.

યુક્રેનિયન સૈનિકોને પણ રશિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તેઓ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ ન કરે. સુરક્ષા પરિષદ સાથેની વાતચીતમાં રશિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે યુક્રેન કોઈ પણ સંજોગોમાં નાટોનું સભ્ય નહીં બને. તેણે ક્રિમિયાને રશિયાનો ભાગ ગણવો પડશે.

Scroll to Top