પુતિને મને મિસાઈલથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, આ દેશના પૂર્વ વડાપ્રધાને કર્યા ચોંકાવનારા ખુલાસા

યુકેના પૂર્વ પીએમ બોરિસ જોન્સનનો દાવો છે કે ‘રાષ્ટ્રપતિ પુતિને તેમને મિસાઈલથી મારવાની ધમકી આપી હતી. બીબીસીની એક નવી ડોક્યુમેન્ટ્રીમાં, બોરિસ જ્હોન્સને ખુલાસો કર્યો હતો કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના થોડા સમય પહેલા જ તેમને રશિયન પ્રમુખ દ્વારા ધમકી આપવામાં આવી હતી. યુક્રેન પર રશિયાના હુમલા પહેલા તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત ઘણા પશ્ચિમી દેશોના નેતાઓ યુક્રેનને સમર્થન આપી રહ્યા હતા અને યુક્રેન પર રશિયાના હુમલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્હોન્સનના દાવા મુજબ, આ સમય દરમિયાન જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બોરિસ જોનસનને ફોન કર્યો હતો.

જ્હોન્સને કહ્યું કે ‘એક સમયે પુતિને લગભગ આવીને મને ધમકી આપી હતી કે બોરિસ, હું તમને નુકસાન પહોંચાડવા માંગતો નથી, ફક્ત એક મિસાઇલ અને તેમાં માત્ર એક મિનિટ લાગશે. યુક્રેન પર રશિયાના હુમલા પછી બોરિસ જોનસન પણ પશ્ચિમના એવા દેશોમાં સામેલ હતા જેમણે યુક્રેનને સૌથી વધુ સમર્થન આપ્યું હતું. જ્હોન્સને એવો પણ દાવો કર્યો હતો કે તેણે વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે યુક્રેન નજીકના ભવિષ્યમાં નાટોમાં સામેલ થવાનું નથી.

બીબીસીની એક તાજેતરની ડોક્યુમેન્ટરી રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા વ્લાદિમીર પુટિન અને પશ્ચિમી નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવની તપાસ કરે છે. તે દર્શાવે છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી નાટોમાં જોડાવા આતુર છે અને લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસનને ગયા વર્ષે જુલાઈમાં વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું. હકીકતમાં, કોરોના લોકડાઉન દરમિયાન, વડા પ્રધાનના નિવાસસ્થાન પર પાર્ટી કરવા બદલ પૂર્વ પીએમની લોકોએ ટીકા કરી હતી, જેના કારણે તેમને પીએમ પદ છોડવું પડ્યું હતું. આ પાર્ટીના કારણે જ્હોન્સનને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને જોન્સનને ક્વીન એલિઝાબેથની માફી માંગવી પડી હતી.

Scroll to Top