પુતિનની પુત્રી ઝેલેન્સકીને ડેટ કરી રહી છે, 2 વર્ષમાં 50થી વધુ વખત તેને મળવા ગઈ

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રી કેતેરીના તિખોનોવાને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, પુતિનની પુત્રી ઇગોર ઝેલેન્સકી નામના વ્યક્તિ સાથે પ્રેમમાં છે. તિખોનોવાના બોયફ્રેન્ડની ચર્ચા થઈ રહી છે કારણ કે તેનું નામ ઝેલેન્સકી છે, જે યુક્રેનિયન રાષ્ટ્રપતિ પુતિનના “સૌથી મોટા દુશ્મન” નું નામ પણ છે.

ઝેલેન્સકીને મળવા માટે એક કે બે વાર નહીં બે વર્ષમાં તે મ્યુનિક, જર્મની, 50 થી વધુ વખત ગઈ હતી. ઝેલેન્સકી એક વ્યાવસાયિક બેલે ડાન્સર અને દિગ્દર્શક છે. યુક્રેન પર હુમલો કરવાના પુતિનના નિર્ણયથી તેની આસપાસના લોકોને પણ અસર થઈ છે. તેની અસર પુતિનની પુત્રી તિખોનોવા પર પણ પડી છે.

યુદ્ધને કારણે તેણી તેના બોયફ્રેન્ડને મળવા માટે મોસ્કોથી મ્યુનિક સુધી મુસાફરી કરી શકતી નથી, કારણ કે તેણીની સાથે રશિયન ગુપ્તચર સુરક્ષા રક્ષકો હતા. ઝેલેન્સ્કી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે સંબંધિત નથી, માત્ર એટલું જ કે બંનેની સરનેમ સમાન છે. સમાચાર અનુસાર, પુતિનની પુત્રી અને ઝેલેન્સકીને પણ એક બાળક થવાનું છે.

બંને 5 વર્ષથી રિલેશનશિપમાં છે

બંને છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં છે. રશિયન મીડિયા આઉટલેટ iStories અને જર્મન મેગેઝિન Der Spiegel દ્વારા સંયુક્ત તપાસમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, પુતિનની પુત્રી 2018 થી 2019 વચ્ચે 50 થી વધુ વખત મ્યુનિક ગઈ હતી.

કેતેરીના પુતિનની નાની પુત્રી છે

1986માં જન્મેલી કેતેરીના પુતિનની નાની દીકરી છે. તેનો પ્રથમ સંબંધ સફળ રહ્યો ન હતો. તેણીના પ્રથમ લગ્ન રશિયાના સૌથી નાના અબજોપતિ કિરીલ શામાલોવ સાથે થયા હતા, પરંતુ આ સંબંધ એક વર્ષ પણ ટકી શક્યો નહીં. બંનેએ 2017માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ પછી કેતેરીના એક બેલે ડાન્સર સાથે સંબંધમાં આવી ગઈ.

ત્યા જ બેલે ડાન્સર ઝેલેન્સકીની ભૂતપૂર્વ પત્ની કોરિયોગ્રાફર યાના સેરેબ્રાયકોવા હતી, જેની સાથે તેને બે પુત્રીઓ અને એક પુત્ર છે. યુક્રેન યુદ્ધ સુધી પુતિનના પરિવાર વિશે બહુ જાણીતું ન હતું. પરંતુ હવે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુક્રેન યુદ્ધ બાદ તેમનું અંગત જીવન અને પરિવાર રડાર હેઠળ આવી ગયું છે.

Scroll to Top