લખનઉના ચિન્હટ પોલીસ સ્ટેશન વિસ્તારના મટિયારીમાં રવિવારે સવારે અભ્યાસ માટે ટોકતા ગુસ્સે થયેલા દીકરાએ તેના પિતાને ગોળી મારી દીધી. પિતાને ગંભીર હાલતમાં લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરાયો હતો. પરિવારના સભ્યોએ હજુ સુધી કોઈ ફરિયાદ આપી નથી. ફરિયાદ મળતાં જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રભારી નિરીક્ષક ચિનહટ ઘનશ્યામ મણિ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, મટિયારીની નાનુહા વિહાર કોલોનીમાં અખિલેશ યાદવ ઉર્ફે ટીન્કુ તેના પરિવાર સાથે રહે છે.
રવિવારે સવારે તેનો પુત્ર અમન નજીકની દુકાન પર બેઠો હતો. મોર્નિંગ વોક બાદ પરત ફરેલા અખિલેશે તેના પુત્રને દુકાન પર બેઠેલો જોઈને ઠપકો આપ્યો હતો. અને તેને ઘરમાં જઈને અભ્યાસ કરવા માટે કહ્યું? આ વાત પુત્રને ખોટી લાગી.
ત્યરબાદ પુત્ર ઘરની અંદર ગયો અને તેના પિતાની લાઈસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કરી દીધું. ગોળી અખિલેશની જાંઘમાં વાગી હતી. ત્યારબાદ તે ગંભીર રીતે ઘાયેલ થતા અખિલેશને તાત્કાલિક નજીકની લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે આ સમગ્ર મામલે માહિતી મેળવીને આ અંગે તપાસ શરૂ કરી છે. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જના જણાવ્યા અનુસાર, અખિલેશની હાલત નાજુક બન્યા બાદ તેને લોહિયા હોસ્પિટલથી ટ્રોમા સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.