રાજકોટમાં હોટલમાં ચલાવાતું હતું કૂટણખાનું, પોલીસ રેડ પાડી અને કર્યો પર્દાફાશ, પરંતુ જાણવા મળ્યું કંઇક અજુગતું…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રાજકોટમાં શહેરમાં હોટલમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. છે. પોલીસ દ્વારા આ સ્થળેથી એક 18 વર્ષની નાની છોકરી સહિત અન્ય એક યુવાન છોકરીને બચાવી લેવામાં આવી છે. તેની સાથે શહેરમાં આવેલી હોટલમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું, તેના વિશેમાં કોઈને પણ જાણ થઈ નહોતી. તેમ છતાં પોલીસ દ્વારા માહિતી મળતા જ ગઈ કાલે રાત્રે રેડ પાડવામાં આવી હતી. જેમાં બે છોકરીઓને જોરજબરજસ્તીથી આ ધંધામાં ધકેલવામાં આવી રહી હતી તેવું જાણવા મળ્યું હતું.

પોલીસ દ્વારા બે છોકરીઓને બચાવવામાં આવી છે તેમાંથી એક 16 વર્ષની ઉત્તરપ્રદેશની છોકરી છે જ્યારે અન્ય છોકરી મહારાષ્ટ્રની વતની હતી. આ દરમિયાન NGO ને છોકરીઓ પાસે હોટલમાં 16 વર્ષની છોકરી પાસે દેહવેપાર કરાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ સમાજસેવી સંસ્થા દ્વારા આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી.

રાજકોટના ઝોન-2 ના ડેપ્યુટી કમિશનર, મનોહરસિંહ જાડેજાએ કહ્યું છે કે, “ટીનએનજર છોકરી સાથે બીજી એક યુવાન છોકરીને બચાવી લેવામાં આવી છે. તેમને એ પણ કહ્યું કે, 16 વર્ષની છોકરીને રાજકોટમાં સંતોષ નામનો વ્યક્તિ લાવ્યો હતો, જે મૂળ અલીગઢનો છે. હોટલમાં રેડ પાડવામાં આવી ત્યારે સંતોષ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન તેજ કર્યા છે. જ્યારે આ બન્ને છોકરીઓ છેલ્લા દોઢ મહિનાથી હોટલમાં હતી.

NGO ના સભ્યો અને પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે 16 વર્ષની છોકરી રૂમમાં એકલી હતી. પોલીસે આ દેહવેપારના પર્દાફાશમાં રામનગરમાં રહેનાર પ્રભુદાસ કક્કડ અને વિરાટ સોસાયટીમાં રહેનાર જયશ્રી ચાવડા સામે અટકાયતી પગલા ભર્યા છે. પોલીસે પ્રભુદાસ અને જયશ્રીની સાથે હોટલના મેનેજર મેહુલ તોરલીયા સામે પણ કાર્યવાહી શરુ કરી છે. સૂત્રો મુજબ, કથિત રીતે હોટલ સાથે સત્તા પાર્ટીના નેતા સાથે નામ જોડાયેલ છે.

પ્રભુદાસ અને જયશ્રી આ બંગાળી મહિલાની મદદથી આ રેકેટ ચલાવી રહ્યા હતા, જેમાં અહીં ગ્રાહક સ્વરુપે આવતા પુરુષો પાસેથી 2500 રુપિયા લેવાતા હતા. પોલીસે કહ્યું છે કે, આ રુપિયામાંથી હોટલ અને પીડિત છોકરીઓને 500-500 રુપિયા ચુકવણી કરાતી હતી. જ્યારે બાકી બચેલા રુપિયાની પ્રભુદાસ અને જયશ્રી વહેંચણી કરી લેતા હતા.

પ્રભુદાસ અને જયશ્રી સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 16 વર્ષની છોકરી હાલ શોકમાં છે. મહિલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સેજલ પટેલે કહ્યું છે કે, બન્ને છોકરીઓની માનસિક સ્થિતિ હળવી થાય તે બાદ એક-બે દિવસમાં તેમનું કાઉન્સિલિંગ કરાશે. છોકરીઓ પોતાના પર થયેલા અત્યાચારો વિશે કંઈક જણાવે પછી ગુના દાખલ કરવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો