કોરોનાની બીજી લહેર બોલિવુડ પર પણ ભારે પડી રહી છે. કોરોનાની અનિશ્ચિતતાઓ વચ્ચે સલમાન ખાને તેમની ફિલ્મ ‘રાધે’ ને લઈને એક મોટી જાહેરાત કરી છે. ફિલ્મ રાધે ઈદ પર થિયેટરની સાથે ઝિપ્લેક્સ અને ઝી5 પર પણ રિલીઝ કરવામાં આવશે. ત્યાં તે Pay Per View ના આધાર પર ઉપલબ્ધ રહેશે એટલે કે, ફિલ્મ જોવા માટે દર્શકોએ એક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે.
ઉલ્લેખનીય છે કે, રાધે આ વર્ષની બહુપ્રતિક્ષીત ફિલ્મોમાં સામેલ છે. મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લગાવવામાં આવેલ પ્રતિબંધોને કારણે રાધે રિલીઝ કરવાની અલગ-અલગ અટકળો આવી રહી હતી. ફિલ્મને કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની ખબર પણ આવી હતી.
હવે સલમાન ખાન ફિલ્મ્સની જાહેરાત પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, દેશ અને વિદેશમાં જ્યાં-જ્યાં થિયેટર ખુલ્લા છે, ત્યાં ફિલ્મ થિયેટર્સમાં 13 મે ના રોજ રિલીઝ થશે. બીજી તરફ, ડિજિટલ પ્લેટફોર્મ ઝિપ્લેક્સ પર પણ તેને દર્શકો જોઈ શકશે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાને આ વર્ષની શરૂઆતમાં ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. ફિલ્મ રાધેનુ ટ્રેલર 22 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.
ઝી સ્ટુડિયોના સીબીઓ શારીક પટેલે કહ્યું કે, ફિલ્મ રાધેની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને 40 દેશોમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. રાધેનુ નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે દિશા પટણી, રણદીપ હુડ્ડા અને જેકી શ્રોફ મેઈન રોલમાં જોવા મળશે.