રાહુલ ગાંધીની મોટી જાહેરાત – સરકાર આવશે તો 15 ઓગસ્ટ સુધીમાં 30 લાખ સરકારી નોકરીની જગ્યા ભરશે

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. આ દરમ્યાન ત્રણ તબક્કાના વોટિંગ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે એક મોટું ચૂંટણી વચન આપી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તેઓ સત્તામાં આવશે તો ભારત સરકાર 15 ઓગસ્ટ સુધીમાં વિવિધ સરકારી વિભાગોમાં 30 લાખ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરુ કરી દેશે. એક વીડિયો મેસેજમાં કોંગ્રેસના સાંસદે દેશના યુવાનોને એક અપીલ કરી છે, જેમાં તેમણે કહ્યું કે, આગામી 4-5 દિવસમાં પ્રધાનમંત્રી મોદી ધ્યાન ભટકાવવાની કોશિશ કરશે, કેમ કે તેમને સમજાઈ ગયું છે કે, આ ચૂંટણી તેમના હાથમાંથી નીકળી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી નહીં બને અને તેમણે હવે 4-5 દિવસ તમારુ ધ્યાન ભટકાવવાનો નિર્ણય લીધો છે. તેઓ કંઈકને કંઈક ડ્રામા કરશે પણ તમારે ધ્યાન ભટકાવવાનું નથી. બેરોજગારી એક મોટો મુદદ્દો છે. નરેન્દ્ર મોદીએ 2 કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું. તેમણે નોટબંધી, ખોટો જીએસટી લાવ્યા અને અદાણી જેવા લોકની સેવા કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, નમસ્કાર, આપણે ભારતીય વિશ્વાસ લાવી રહ્યા છીએ. ઈંડિયા બ્લોક 4 જૂને સરકાર બનાવશે અને 30 લાખ ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા 15 ઓગસ્ટથી શરુ થઈ જશે. તેમણે પોતાના વીડિયો મેસેજમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

પીએમ મોદીએ તેલંગાણા રેલીમાં કહ્યું હતું કે, પાંચ વર્ષ સુધી કોંગ્રેસના શહઝાદા એક જ વાત રટતા હતા, પણ જ્યારે રાફેલ મુદ્દો ફિક્કો પડી ગયો તો, તેમણે પાંચ ઉદ્યોગપતિઓ ખાસ કરીને અંબાણી અને અડાનીને ટાર્ગેટ બનાવવાનું શરુ કરી દીધું. એક વાર ચૂંટણીની ઘોષણા થયા બાદ તેમણે હુમલો કરવાનું બંધ કરી દીધું. હું પૂછવા માગું છું કે, તેલંગાણાની ધરતી અંબાણી-અડાણી પાસેથી કેટલા લીધા છે. એવી કઈ ડીલ થઈ છે, બુધવાર રાતથી અંબાણી-અદાણીએ તેલંગાણાને ગાળો આપવાનું બંધ કરી દીધું.

Scroll to Top