રાહુલ ગાંધી વિપક્ષ પર ઘણા પ્રહાર કરી ચુક્યા છે જે ખુબજ વિવાદોમાં રહયા હતા. ત્યાર વધુ માં બીજી વખતે રાહુલ ગાંધી નું નિવેદન ચર્ચિત બન્યું છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર માટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અહીંનાં નૂંહ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા.રાહુલે પોતાની સભામાં સીએમ ખટ્ટર અને પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા.
તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અંબાણી-અદાણીનાં લાઉડસ્પીકર છે અને દિવસભર તેમની જ વાતો કરે છે. દેશ ની આર્થિક સ્થિતિ બગળવાની પાછળ આ ધનિક વ્યક્તિઓજ જવાબદાર છે.
રાહુલ ગાંધીજીએ કહ્યું કે લાંબા સમય સુધી યુવાઓને બેવકૂફ ના બનાવી શકાય. દેશમાં જે બેરોજગારી છે અને જે અર્થવ્યવ્સથાની સ્થિતિ છે, તમે જો જો કે 6 મહિના પછી અહીં શું થાય છે. દેશમાં લાંબા સમય સુધી યુવાઓને બેવકૂફ બનાવીને સરકાર ના ચલાવી શકાય.
તમે 6 મહિના-એક વર્ષ સરકાર ચલાવી શકો છો, પરંતુ એક દિવસ હકીકત બહાર આવશે. પછી જો જો શું થાય છે દેશમાં અને શું થાય છે નરેન્દ્ર મોદીનું. વધુ માં બોલ્યા કે બીજેપી અને આરએસ પર સાડયંત્ર ની તૈયારી માં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં અલગ અલગ જાતિ અને ધર્મનાં લોકો રહે છે.
અહીં અમીર લોકો અને ગરીબ લોકો તમામ એક સાથે રહે છે અને આ તમામને આપણે હિંદુસ્તાની કહીએ છીએ. કૉંગ્રેસ તમામની પાર્ટી છે અને અમારું કામ લોકોને જોડવાનું છે.
બીજેપી અને આરએસએસનું કામ જે પહેલા અંગ્રેજ કરતા હતા દેશને તોડવાનું અને દેશમાં એકબીજાને લડાવવાનું કામ છે. રાહુલ ગાંધી જણાવે છે કે નોટબંધી અને જીએસટી પર અર્થવ્યવસ્થામાં ગાબડાં પાળે છે.
નોટબંધી અને જીએસટી પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે, પહેલા નોટબંધીએ દેશમાં સૌને લાઇનમાં લગાવી દીધા. એ લાઇનમાં અનિલ અંબાણી અને અડાની દેખ્યા હતા શું તમે? આ દરમિયાન કાળા નાણાંવાળો કોઈ આદમી લાઇનમાં નહોતો લાગ્યો.
ત્યારબાદ ગબ્બર સિંહ ટેક્સ આવ્યો. અહીં કોઈ છે જે કહી શકે કે કે જીએસટીથી મને ફાયદો થયો. નાના દુકાનદાર, મીડલ સાઇઝ બિઝનેસ ખત્મ થઈ ગયા છે, કેમકે તેમનો બિઝનેસ મોદી પોતાના 15-20 દોસ્તોને આપવા માટે છે.
જો તમે દેશભક્ત છો તો તમે જણાવો કે હિંદુસ્તાનની પબ્લિક સેક્ટરની કંપનીઓ છે તેને તમે તમારા અબજોપતિ મિત્રોંને કેમ વેચી રહ્યા છો? એક જ લક્ષ્ય છે, પીએમ મોદી અને ખટ્ટરજી 15 લોકો માટે કામ કરે છે.
2 કરોડ લોકોને રોજગારી આપવાનો વાયદો તોડ્યો રાહુલે વધુમાં કહ્યું કે, આ લોકો ઇચ્છે છે કે તમારું ધ્યાન સાચા મુદ્દાઓથી હટીને અલગ અલગ મુદ્દાઓ પર જતુ રહે. બસ તમે વાસ્તવિકતા પર પ્રશ્ન ના પુછો. આમના મીડિયા મિત્રો છે જેમનો ઠેકો લાગેલો છે.
તમે ટીવી પર ક્યારેય જોયું છે કે ભારતમાં બેરોજગારી છે? કેમકે આ લોકો અને તેમના માલિકો નથી ઇચ્છતા કે તમને ખબર પડે કે નરેન્દ્ર મોદીજીએ તમારા પૈસા લૂંટ્યા છે. રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે મોદી સરકારે 2 કરોડ લોકોને રોજગારી આપવાનો વાયદો તોડ્યો છે. સરકાર ખાલી ફુફળજ મારે છે. મોટા મોટા વાયદા કરે છે પરિણામ માં કશું મળતું જ નથી.