શું હશે પહેલી બુલેટ ટ્રેનનું ભાડું? રેલવે મંત્રીએ પોતે ટિકિટની કિંમત જણાવી

લોકો બુલેટ ટ્રેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેનની સ્પીડથી લઈને તેમના ભાડા સુધી લોકો જાણવા માંગે છે. પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. આશા છે કે 2026 સુધીમાં મુસાફરો માટે તેને શરૂ કરી દેવામાં આવશે. વાસ્તવમાં અત્યાર સુધી મહારાષ્ટ્રમાં જમીન સંપાદન ન થવાને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ અટકી ગયું છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકાર મુસાફરોની સુવિધા માટે દિવસ-રાત કામ કરી રહી છે. વાતચીત દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના ભાડા અંગે પણ સંકેત આપ્યા હતા.રેલવે મંત્રીએ કહ્યું કે ભાડા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ તે લોકોની પહોંચમાં હશે. આ માટે ફર્સ્ટ એસીનો આધાર બનાવવામાં આવી રહ્યો છે, જે બહુ વધારે નથી. એટલે કે બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસીના ભાડાની આસપાસ હોઈ શકે છે.

ફ્લાઇટ કરતાં ભાડું ઓછું હશે!

વાતચીત દરમિયાન રેલ મંત્રીએ એમ પણ કહ્યું કે બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઇટ કરતા ઓછું હશે અને તેમાં સુવિધાઓ પણ સારી હશે. જોકે, બુલેટ ટ્રેનના ભાડા અંગે તેમણે કહ્યું હતું કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નક્કી કરવામાં આવશે. નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જ બીજો હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. બુલેટ ટ્રેન પર સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે.

બુલેટ ટ્રેન પર અપડેટ

તમને જણાવી દઈએ કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરના અંતરમાં કુલ 12 સ્ટેશન હશે. આ સિવાય દિલ્હીથી વારાણસી જતી બુલેટ ટ્રેનના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં બે સ્ટોપેજ હશે. આ અંતર્ગત દિલ્હીના સરાય કાલે ખાનથી દોડ્યા બાદ તેનું પહેલું સ્ટોપેજ નોઈડા સેક્ટર-148માં હશે. બીજું સ્ટોપેજ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હશે. એટલે કે આ હિસાબે તમે માત્ર 21 મિનિટમાં જેવર એરપોર્ટ પહોંચી જશો.

દિલ્હીથી વારાણસી સ્ટેશન

દિલ્હીથી વારાણસી જવા માટે નોઈડા સેક્ટર-148, જેવર એરપોર્ટ, મથુરા, આગ્રા, ઈટાવા, કન્નૌજ, લખનૌ, રાયબરેલી, પ્રતાપગઢ, ભદોહી, વારાણસીથી કુલ 11 સ્ટેશન હશે.

Scroll to Top