ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા વારંવાર વાયરલ ફોટા અથવા વિડિયો પોસ્ટ કરીને તેમના અનુયાયીઓનું મનોરંજન કરે છે. આ વખતે મહિન્દ્રા ગ્રુપના ચેરમેને એક એવો ફોટો ટ્વીટ કર્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ફોટામાં એક પક્ષી વાંકાચૂકા રેલ્વે લાઇનની વચ્ચે આરામથી બેઠેલું જોવા મળે છે. આ ફોટો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં કંઈક ફની લખ્યું છે જેને વાંચીને લોકો વિચારવા માટે મજબૂર થઈ જાય છે. તેણે ફોટો સાથે લખ્યું- એક માતા કે જે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રેલવે એન્જિનિયરિંગની ડિગ્રીધરાવે છે. આને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘તેઓ હવે મુખ્ય જોખમ અધિકારીની ભૂમિકા માટે કોર્પોરેશનો દ્વારા વિશ્વભરમાં માંગમાં છે.’
She is now in worldwide demand by Corporations for the role of Chief Risk Officer… pic.twitter.com/5y7becD6ZO
— anand mahindra (@anandmahindra) November 23, 2021
લોકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે.આ તસવીર પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને વ્યૂઝ આવી ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોએ તેને રિટ્વીટ કર્યું છે. તેમની આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે જો આનંદ મહિન્દ્રા તેમના સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરે છે, તો તે વાયરલ થઈ જાય છે.