Central GujaratGujaratNewsNorth GujaratSaurasthra - KutchSouth Gujarat

વરસાદને લઈને મોટા સમાચાર હવામાન વિભાગે જાહેર કર્યું, ગુજરાત માં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ ની શક્યતા

હાલમાં દરેક રાજ્ય માં ખુબજ ભારે વરસાદ વરસી રહ્યો છે. અને હજુ પણ ભારે વરસાદ વરસવાની આગાહી નોંધવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં એક લો પ્રેશર સર્જાયુ છે અને કચ્છથી લઈ પશ્ચિમ બંગાળ સુધી તેની અસર જોવા મળી શકે છે. જેને પગલે ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આજે અને આવતીકાલે સારો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ શહેરોમાં ભારે વરસાદ ની આગાહી નોંધવામાં આવી છે. આ ઉપરાંત બીજા જિલ્લાઓ માં પણ ભારે વરસાદ ની આગાહી છે. જે દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરૂચ સહિતના જિલ્લા ઉપરાંત નર્મદા સરોવરના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આવતીકાલે ઉત્તર ગુજરાત જિલ્લામાં પણ ભારે વરસાદની વકી છે.

સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે અને દરિયાની નજીક રહેતા લોકો ને ચેતવણી આપવામાં આવી છે.આ વર્ષ ગુજરાતમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. અને હજુ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતભરમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. ગુજરાતના બધા જ ડેમ ભારે વરસાદને કારણે છલકાયા છે.

હાલ રાજ્યના 47 તાલુકાઓમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો છે.આંકડા પર નજર કરીએ તો, રાજ્યનો સરેરાશ વરસાદ 118.18 ટકા નોંધાયો છે. એટલે કે 100 ટકાથી ઉપર 18 ટકા વરસાદ પડ્યો છે. જેને કારણે રાજ્યના 80 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તો 68 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે ભરાયા છે. આમ આ વર્ષ ગુજરાતના દરેક ડેમ છલોછલ ભરાઈ ગયા છે.

આ વર્ષ જળાસયોની સ્થિતિ ખુબજ સારી છે. અને દરેક જળાસાયો છલોછલ થઈ ગયા છે. 68 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે 20 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે 14 જળાશયો ૨૫થી 50 ટકા વચ્ચે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 53.63 ટકા પાણી. મધ્ય ગુજરાતના 19 જળાશયોં 96.10 ટકા પાણી. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 79.20 ટકા પાણી. આમ દરેક જળાસાયો પાણી થી ભરાઈ ગયા છે.

રાજ્યભરમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના નદી નાળાંઓ છલકાઈ ગયા છે. જળાશયો પણ ભરાવા લાગ્યા છે.

મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે દાહોદનો કાળી ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે દાહ મહિસાગરના કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાંતી 2 લાખ ક્યુસેક કરતા વધુ પાણીની આવક નોંધાઈ છે.

આ સાથે મહિસાગર, ખેડા, આણંદ, વડોદરાના 45 ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે. આ સિવાય અરવલ્લીની વાત કરીએ તો માલપુરમાં ધોધમાર વરસાદ જોવા થયો છે. માલપુરના બજારોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પંચમહાલના મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. જ્યારે ગીર સોમનાથામાં હિરણ 2 ડેમ છલકાયો છે. જેના કારણે વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ સાથે તાલાલા અને વેરાવળના ખેડૂતોએ પણ નવા નીરના વધામણાં કર્યા છે. રાજ્યના ખેડૂતોના હાલની પસ્થિતિની ઘણી ખૂશ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker