AhmedabadNews

અમદાવાદમાં રાત્રીના 11 વાગે ફરીથી વરસાદની એન્ટ્રી, આ જગ્યાએ પડી રહ્યો છે ભારે વરસાદ

અમદાવાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ચોમાસાની એન્ટ્રી થઈ છે. તેના કારણે વરસાદમા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીને કારણે બેટમાં ફેરવાયું ગયું હતું. અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ફરીથી રાત્રીના 11 વાગે વરસાદની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે.

અમદાવાદના સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, શીલજ, મેમ્કો, દુધેશ્વર, નરોડા રોડ, જમાલપુર, ગોતા, ચાંદલોડીયા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદમાં સાંજે અચાનક પવન અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યા બાદ ફરીથી રાત્રીના વરસાદનું આગમન થયું છે.

વરસાદને કારણે રિવરફ્રન્ટના નીચાણવાળા વિસ્તારમાં પાણી ના ભરાય એ માટે તંત્ર એલર્ટ મોડ પર રહેલું છે. તેની સાથે વાસણા બેરેજનો ગેટ નંબર 28 એક ફૂટ ખોલવામાં આવ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker