Gujarat

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદ પડ્યો હતો. અઢી ઇંચ વરસાદ બોડેલીમાં પડ્યો હતો. ડેડિયાપાડા, વડોદરા, છોટા ઉદેપુરમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સાથે અન્ય ભાગમાં પણ વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ડભોઇમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો.રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. ગીર સોમનાથ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પાટણના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ડાકોરમાં પવન સાથે વરસાદ સાથે આગમન થયુ હતું.વરસાદને કારણે ડાંગરના પાકને જીવનદાન મળ્યુ છે. સુરતના મહુવામાં આવેલો મધરઇન્ડિયા ડેમ સીઝનમાં પ્રથમ વખત છલકાયો હતો. વરસાદી માહોલ આગામી 5 દિવસ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાત સિવાય અન્ય ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગમાં ભારે વરસાદને કારણે પહાડોમાંથી ઝરણા વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

વરસાદને લઇને ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. બોડેલીમાં વરસાદ વરસતા ગરનાળા ભરાઇ ગયા હતા જેને કારણે વાહન ચાલકો અટવાયા હતા. વરસાદને કારણે ગરમીમાંથી થોડી રાહત મળી હતી. ડાંગ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદને પગલે ગીરી, અંબીકા, ખાપરી અને પૂર્ણા નદી બે કાંઠે વહેવા લાગી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker