ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે અલગ-અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. પરંતુ કેટલીકવાર આવી ટ્રીટમેન્ટ તેમના ચહેરાની સુંદરતા છીનવી પણ લે છે. તમિલ સિનેમાની ફેમસ એક્ટ્રેસ રાયઝા વિલસને ખોટી ટ્રીટમેન્ટ કરવાના કારણે સોશિયલ મીડિયા પર એક સ્કિનના ડૉક્ટરને ફટકાર લગાવી છે. તાજેતરમાં અભિનેત્રી રાયઝા વિલસને સોશિયલ મીડિયા પર પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, કેવી રીતે એક ફેશિયલ ટ્રીટમેન્ટ તેને બહુ મોંઘી પડી.
રાયઝા વિલસને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક હેરાન કરી નાખે તેવો ફોટો શેયર કર્યો છે. ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તેના ચહેરા પર કાળા ધબ્બા પડી ગયા છે. આ સિવાય તેની એક આંખ નીચે સોજો પણ છે. ફોટા સાથે રાયઝાએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે, જે ડોક્ટરના લીધે આ બધુ થયું છે હવે તેમનો સંપર્ક થઈ રહ્યો નથી.
રાયઝાએ ફોટો શેયર કર્યો તેની સાથે લખ્યું કે, હું એક નોર્મલ ફેશિયલ ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર ભૈરવીના ક્લિનિકમાં ગઈ હતી. તેમણે મને એ પ્રોસેસ માટે મજબૂર કરી જેની મને જરૂરિયાત હતી નહિ અને હવે તેનું પરિણામ જોઈ લો. આટલું બધુ થયું છતાં તેને મળવાનો અને વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમના સ્ટાફનું કહેવું એવું છે કે, તે શહેરની બહાર છે. રાયઝાએ તેની બીજી પોસ્ટમાં જણાવ્યું કે, મારુ ઈનબૉક્સ તે લોકોના મેસેજ થી ભરાઈ ગયું છે જેમને આ ડૉક્ટર પાસે મારા જેવી સમસ્યાનો સામનો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાયઝાએ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૨૦૧૭ માં ફિલ્મ ‘VIP-2’ થી કરી હતી. આ ફિલ્મમાં તે નાના રોલમાં નજર આવી હતી. આ સિવાય તે બિગબોસ તમિલની પ્રથમ સીઝનમાં ભાગ પણ લઈ ચૂકેલી છે.