સાગરિકાનું મોટું નિવેદન: રાજ કુન્દ્રાની ફિલ્મોમાં એક દિવસના શૂટિંગ માટે આટલા રુપિયા લઇ રહી હતી ‘નેન્સી ભાભી’

પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયા બાદ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ કેસમાં હવે અશ્લિલ ફિલ્મોથી થનારી કમાણી વિશે તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે રાજ કુન્દ્રાથી માંડીને કેસમાં સામેલ શંકાસ્પદ અનેક લોકોના બેન્ક એકાઉન્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા દાવો કરવા આવી રહ્યો છે કે, રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મોનું રેકેટ ચલાવી કરોડો રુપિયાની કમાણી કરી રહ્યો હતો. હવે આ કેસમાં મોડલ અને અભિનેત્રી સાગરિકા શોના સુમનના નિવેદન બાદ આ કેસમાં નવો વળાંક આવી ગયો છે. સાગરિકા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે, પોર્ન ફિલ્મોની શૂટિંગથી અભિનેતા અને અભિનેત્રીઓ દ્વારા પણ કરોડો રુપિયાની કમાણી કરવામાં આવી છે.

સાગરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, જેમાં નંદિતા દત્તા ઉર્ફ નેન્સી ભાભીની પોલીસની ટીમ દ્વારા કોલકાતાથી ધરપકડ કરવામાં આવી હતી. જયારે તે રાજ કુન્દ્રાની ફિલ્મોમાં કામ કરીને દર મહિને 30 થી 35 લાખ રુપિયાની કમાણી કરી લેતી હતી. સાગરિકા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, પોર્ન વિડીયોથી લઇને ઓનલાઇન સ્ટ્રીમ થનારા શો અને વિડીયો ક્લિપ્સ દ્વારા નેન્સી ભાભી દ્વારા એક વર્ષમાં પાંચ કરોડ રુપિયા સુધીની કમાણી કરવામાં આવી છે. જયારે આ પ્રકારની કમાણી નંદિતા દત્તા સહિત ટીના નંદી, ઝોયા રાઠોર જેવી અભિનેત્રીઓ દ્વારા પણ કરવામાં આવી હતી. સાગરિકા દ્વારા પોલીસને અપીલ કરવામાં આવી હતી કે, રાજ કુન્દ્રાની ફિલ્મોની અભિનેત્રીઓને પીડિત સમજવાની તમે ભૂલ ના કરશો.

સાગરિકા દ્વારા એના નિવદનમાં ધડાકો કરતાં કહેવામાં આવ્યું છે કે, ગત 2-3 વર્ષમાં આ અભિનેત્રીઓએ અંસખ્ય પોર્ન ફિલ્મોમાં કામ કરેલું હતું. જે અલગ-અલગ OTT એપ્સ દ્વારા રિલીઝ કરાતી હતી. લોકડાઉનમાં જ્યારે દરેક સેક્ટર ઠપ થયા ગયા ત્યારે પોર્ન ફિલ્મોનું બજારનું જોર વધ્યું હતું. જયારે મડ આઇલેન્ડના એક બંગલામાં આ ફિલ્મોનું શૂટિંગ કરાતું હતું. એક વિડીયો શૂટ કરવામાં છ કલાકનો સમય લેવામાં આવતો જેમાં સેક્સ સીનનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, સાગરિકા શોના સુમન તે લોકોમાં સામેલ છે, જેના દ્વારા મહિનાઓ પહેલા ફેબ્રુઆરીમાં રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મોના પ્રોડક્શનના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. સાગરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, હોટશોટ્સ એપનો માલિક રાજ કુન્દ્રા જ છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સાગરિકા શોના સુમનની પૂછપરછ માટે સમન જાહેર કરવામાં આવ્યું છે.

આ અગાઉ રાજ કુન્દ્રાની વોટ્સએપ ચેટ પરથી ખુલાસો થઇ ગયો છે કે, તે એડલ્ટ લાઇવ સ્ટ્રીમિંગ વિડીયો પર ફોકસ કરી રહ્યો હતો. હોટશોટ્સ એપ પર પ્રતિબંધ લાગ્યા બાદ બોલિફેમ નામની નવી એપ તૈયાર કરવામાં આવી હતી, જેના પર પોર્ન લાઇવ શો તરીકે દેખાડવામાં આવી રહ્યા હતા. આ સિવાય પોર્ન ફિલ્માના પ્રોડક્શન દ્વારા રાજ કુન્દ્રાએ કમાણી કરવાનો ટારગેટ પણ સેટ કરી લીધો હતો.

તેમ છતાં રાજ કુન્દ્રા મુંબઇની આર્થર રોજ જેલમાં છે અને તેના જામીન અરજી પર સાત ઓગસ્ટના હાઇકોર્ટમાં સુનવણી કરવામાં આવશે.

Scroll to Top