પોર્ન એપ દ્વારા રાજ કુંદ્રાએ માત્ર પાંચ મહિનામાં કરી હતી કરોડોની કમાણી, આંકડો જાણી ચોંકી જશો

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને પ્રખ્યાત બીઝનેસમેન રાજ કુંદ્રા એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા નાણાકીય બાબતો પર નજર રખાઈ રહી છે અને હાલના ખુલાસાથી જાણી શકાય છે કે, તેમણે ગયા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે આશરે 1.17 કરોડ રુપિયાની કમાયા હતા.

મુંબઈ પોલીસ દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, એપ્પલ સ્ટોરમાં રહેલી કથિત પોર્ન એપ થકી આ આવક કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગુગલ પાસેથી પણ માહિતી માંગવામાં આવી છે કે, એપના ક્યાં યૂઝર વધારે રહેલા હતા. આ એપ્લિકેશનનો ઉપયોગ રાજ કુંદ્રા દ્વારા અશ્લીલ ફિલ્મોના ઓનલાઈન વિતરણમાં કરવામાં આવતો હતો.

કોર્ટ દ્વારા મંગળવારના રાજ કુંદ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમના વકીલે ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી અને જામીન માટે હાઈકોર્ટનો આશરો પણ લીધો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસના અધિકારીઓ દ્વારા આ બાબતમાં રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. શિલ્પા શેટ્ટીએ પોલીસને કહ્યું હતું કે, ઈરોટિકા પોર્ન કરતાં એકદમ અલગ રહેલ છે, જેના તેમના પતિ આરોપી છે. એટલું જ નહીં આવી ફિલ્મો બનાવવામાં તેના પતિની કોઈ સંડોવણી રહેલી નથી.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા એક ખાનગી ચેનલને જણાવવામાં આવ્યું હતું કે, ‘શિલ્પા શેટ્ટીને હજી સુધી ક્લીન ચીટ અપાઈ નથી. દરેક શક્ય એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ઓડિટર્સની નિમણૂકતા કરવામાં આવી છે અને આ કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા તમામ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. વિઆન ઈન્ડસ્ટ્રીના અન્ય ડિરેક્ટર્સની જ્યારે પણ જરૂર પડશે ત્યારે નિવેદન માટે તેમને બોલાવવામાં આવશે. આ કેસમાં સાક્ષી તરીકે શર્લિન ચોપરાને નિવેદન માટે બોલાવવામાં આવી હતી. આ અગાઉ આ કેસમાં રાજ કુંદ્રાનું નામ ‘મુખ્ય ષડયંત્રકાર’ તરીકે સામે આવી ચુક્યું હતું.

જ્યારે તપાસ દરમિયાન મુંબઈ પોલીસ દ્વારા રાજ કુંદ્રાની મુંબઈમાં આવેલી ઘણી સંપત્તિ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અંધેરીમાં આવેલી ઓફિસમાંથી ગુપ્ત દિવાલ પણ મળી હતી. જેમાંથી નાણાકીય વહીવટ અને ક્રિપ્ટોકરન્સીના કેટલાક દસ્તાવેજ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા રાજ કુંદ્રાનું લેપટોપ અને SAN (સ્ટોરેજ એરિયા નેટવર્ક) બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ એક નામી ચેનલથી વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘અમે 48 ટીબી ડેટાને એક્સેસ પણ કર્યો છે. અન્ય ડેટા પણ હતો, જે રાજ કુંદ્રાની ધરપકડ બાદ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.’

Scroll to Top