બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન અશ્લિલ વીડિયો બનાવવાની બાબતમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરાઈ છે. તેમના પર પોર્ન ફિલ્મો બનાવવાનો અને તેને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. આ બાબતમાં અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપરા તથા પૂનમ પાંડેએ મહારાષ્ટ્ર સાઈબર સેલને પોતાનું સ્ટેટમેન્ટ પહેલાંથી જ આપી દીધું છે. તેમના નિવેદનમાં પણ રાજ કુન્દ્રાનું નામ સામેલ જોવા મળ્યું હતું.
મુંબઈ પોલીસ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સોફ્ટ પોર્નોગ્રાફી સાથે જાડાયેલી ફિલ્મો બનાવવી અને તેને અપલોડ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 26 માર્ચના મુંબઈ પોલીસ દ્વારા આ મામલે એકતા કપૂરનું પણ સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું હતું. આ બાબતમાં મહારાષ્ટ્ર સાઇબર સેલ દ્વારા શર્લિન ચોપરા અને પૂનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલાથી જ નોંધી લેવામાં આવ્યું હતું. રાજ કુન્દ્રા વિરૂદ્ધ આ મુદ્દે ફેબ્રુઆરી મહિનામાં જ કેસ દાખલ કરવામાં આવ્યો અને અને ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રાજ કુન્દ્રા વિરૂદ્ધ પૂરતા પુરાવા છે. એફઆરઆઈ અનુસાર આ મુદ્દે રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપરા દ્વારા લેવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શર્લિન ચોપરાએ જણાવ્યું હતું કે, તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુન્દ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપરાને રૂપિયા 30 લાખનું પેમેન્ટ આપવામાં આવતું હતું. શર્લિન ચોપરાના જણાવ્યા અનુસાર, આ રીતે તેણે 15થી 20 પ્રોજેક્ટ કર્યા હતા.
મુંબઈ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં જણાવ્યું છે કે, તપાસ દરમિયાન સામે જાણવા મળ્યું કે, આ રેકેટમાં રાજ કુન્દ્રા મુખ્ય આરોપી રહેલા છે. પોલીસને તેના વિરૂદ્ધ પાકા પુરાવા મળ્યા છે. ત્યાર બાદ જ તેની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રાજ કુન્દ્રા દ્વારા તેના એક સંબંધીની સાથે મળીને યૂકે બેઝ્ડ કંપની બનાવવામાં આવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપી રહી હતી.