Rajasthan

આ રાજ્યમાં બનશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમઃ 280 કરોડમાં થશે પ્રથમ તબક્કા નું નિર્માણ….

રાજસ્થાનના ક્રિકેટ ચાહકોને એક મોટી ભેટ મળી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના જયપુરમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે અને તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. ગુરુવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ જયપુર દિલ્હી બાયપાસ સ્થિત ચેમ્પ ખાતે સ્ટેડિયમના નિર્માણ માટે જમીન કન્સ્ટ્રક્શન કંપનીને સોંપી હતી.

સમગ્ર હિંદુ ધાર્મિક વિધિઓ અનુસાર જમીનની પૂજા કરીને પાયો નાખવામાં આવ્યો હતો. લગભગ 280 કરોડના ખર્ચે તૈયાર થનારા આ સ્ટેડિયમના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય ભૂમિપૂજન બાદ શરૂ કરવામાં આવ્યું છે. આરસીએના પ્રમુખ વૈભવ ગેહલોતે જણાવ્યું હતું કે અમારો આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનો પ્રોજેક્ટ અઢીથી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તે દેશનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે.

આ સ્ટેડિયમમાં 75,000 દર્શકોની બેઠક ક્ષમતા વિકસાવવામાં આવશે. સ્ટેડિયમનું નિર્માણ 2 તબક્કામાં કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં 11 ક્રિકેટ પિચ, 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ક્રિકેટ એકેડમી ઉપરાંત હોસ્ટેલ, પાર્કિંગ, સ્પોર્ટ્સ ક્લબ, હોટેલ અને જીમની સુવિધાઓ પણ થશે જે આંતરરાષ્ટ્રીય ધોરણની હશે.

જયપુરમાં RCAને જમીન આપવાનો મામલો છેલ્લા 9 વર્ષથી પેન્ડિંગ હતો. ત્યાંરે અશોક ગેહલોત વર્ષ 2008-13 સુધી મુખ્યમંત્રી હતા. ત્યારબાદ આ જમીન આપવાની પ્રક્રિયા શરૂ થઈ. જમીનની ફાળવણી વર્ષ 2014માં પણ થઈ હતી. પરંતુ બાદમાં આરસીએમાં વિવાદ થતાં જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી. આ પછી, જ્યારે વૈભવ ગેહલોત RCA ના પ્રમુખ બન્યા. ત્યારબાદ જમીન પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે બાદ DLC દરના 30 ટકાના ભાવે RCAને જમીન ફાળવવામાં આવી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker