AhmedabadCentral GujaratGujarat

અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સમાં લોડ થયેલું રૂ. 7.86 કરોડનું ચાંદી કોઇ લેવા તૈયાર નથી

અમદાવાદમાં રહેતા ઘેમરભાઈને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. નાકાબંધી દરમિયાન બસની તલાશી દરમિયાન આ ચાંદી ઝડપાઈ હતી. પકડાયેલા ડ્રાઇવર પાસેથી એ જાણવામાં આવી રહ્યું છે કે આ ચાંદી કોણે પાર્સલ કરી હતી અને કોને પહોંચાડવાની હતી.

શનિવારે ઉદેપુર શહેરના ગોવર્ધનવિલાસ પોલીસ સ્ટેશને 1222 કિલો (1.22 ટન) ચાંદી જપ્ત કરી છે, જેની કિંમત આઠ કરોડ રૂપિયા છે. જેમાંથી સાડા ચારસો કિલો ચાંદી સિલ્લીના રૂપમાં જ્યારે 722 કિલોગ્રામ ચાંદી દાગીનાના રૂપમાં મળી આવી છે. જપ્ત કરાયેલી ચાંદીના માલિક હજુ સુધી જાહેર થયા નથી. આ કેસમાં બસ ચાલકની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ચાંદી અમદાવાદથી લોડ કરવામાં આવી છે. જે ઉદયપુર શહેર ઉપરાંત નાથદ્વારા, જયપુર અને આગ્રામાં પહોંચાડવાની હતી. ગોવર્ધનવિલાસ પોલીસ સ્ટેશનના અધિકારી ચૈલ સિંહે જણાવ્યું કે શ્રીનાથ ટ્રાવેલ્સ કંપનીની બસમાંથી આ ચાંદી મળી આવી છે. જેની બજાર કિંમત 7.86 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. બસના ચાલક અમદાવાદ-ગુજરાતના રહેવાસી ઘેમરભાઈને કસ્ટડીમાં લીધા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાતમીદારની બાતમી પરથી બલીચા બાયપાસ પર નાકાબંધી દરમિયાન બસની તલાશી દરમિયાન ઉક્ત ચાંદી ઝડપાઈ હતી. પકડાયેલા ડ્રાઇવર પાસેથી એ જાણવામાં આવી રહ્યું છે કે આ ચાંદી કોણે પાર્સલ કરી હતી અને કોને પહોંચાડવાની હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker